News Continuous Bureau | Mumbai
Sharad Pawar Vs Ajit Pawar: ચૂંટણી પંચે ગઈ કાલે એક મોટો ચુકાદો આપ્યો હતો, જેમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ( Ajit Pawar ) જૂથ અસલી NCP છે. આ પછી, શક્યતા વધી ગઈ છે કે જુનિયર પવાર મુંબઈમાં NCP મુખ્યાલય પર પણ દાવો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, એનસીપીનું આ કાર્યાલય સરકાર દ્વારા પાર્ટીને આપવામાં આવ્યું હતું. આ પાર્ટીના વેલ્ફેર ફંડમાંથી ( Welfare Fund ) નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવાર જૂથ સત્તાવાર રીતે તેમની માંગણી NCP પાર્ટીના કાર્યાલય પર દાવો કરી શકે છે. જેથી પાર્ટી કાર્યાલય ( Party Office ) તેમને કાયદાકીય રીતે આપવુ જ પડશે.
ચૂંટણી પંચના ( Election Commission ) નિર્ણયથી અજિત પવાર અને પાર્ટીના સ્થાપક અને તેમના કાકા શરદ પવાર વચ્ચે જૂથબંધી લડાઈ વિશે મહિનાઓથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. ચૂંટણી પંચના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા અજિત પવારે મિડીયા અહેવાલમાં કહ્યું હતું કે, તેઓ તેમના જૂથને વાસ્તવિક NCP તરીકે જાહેર કરવાના ચૂંટણી પંચના નિર્ણયને નમ્રતાથી સ્વીકારે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેમની સાથેના 50 ધારાસભ્યોએ ( MLAs ) ન્યાયની માંગણી માટે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો અને તેઓ તેમના પક્ષમાં નિર્ણય માટે આભારી છે.
આ મુદ્દે હવે શરદ પવાર જુથ સુપ્રીમ કોર્ટમાં જશે..
મિડીયા સાથે વાત કરતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું હતું કે, “અમારી પાર્ટીનું નામ, પ્રતીક અને ધ્વજ હવે અમને ફાળવવામાં આવ્યો છે. અમે ચૂંટણી પંચના આ નિર્ણયથી ખૂબ જ ખુશ છીએ.” અજિત પવારે વધુમાં એમ પણ કહ્યું હતું કે, ચૂંટણી પંચના નિર્ણયે લોકશાહીમાં બહુમતીને આપવામાં આવતી પ્રાથમિકતાને રેખાંકિત કરી છે અને દેશમાં લોકતાંત્રિક પ્રક્રિયાઓનું હંમેશા સન્માન કરવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Lahore 1947: લાહોર 1947 માટે તૈયાર સની દેઓલ, આ જગ્યાએ તૈયાર થઈ ગયો રાજકુમાર સંતોષીની ફિલ્મનો સેટ
તેમજ અજિત પવારે તેમની પિતરાઈ બહેન સુપ્રિયા સુળેની ટિપ્પણી પર પણ પ્રતિક્રિયા આપી હતી, જેમાં સુપ્રીયા સુળેએ કહ્યું હતું કે, ચૂંટણી પંચનો નિર્ણય મહારાષ્ટ્ર અને મરાઠી લોકો વિરુદ્ધનું કાવતરું હતું. તેના પર પ્રતિક્રિયા આપતા અજિત પવારે કહ્યું હતું કે, “આપણે બધા મરાઠી છીએ, તો મરાઠી લોકો સાથે વિશ્વાસઘાત કરવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? “અમે અન્ય લોકો અમારા વિશે શું કહે છે તેના પર અમે ટિપ્પણી કરવા માંગતા નથી.”
આ મામલા પર જયંત પાટીલે કહ્યું હતું કે, આ મુદ્દે હવે શરદ પવાર જુથ સુપ્રીમ કોર્ટમાં જશે. આ અંગે પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, “લોકશાહીમાં દરેકને સુપ્રીમ કોર્ટ અથવા અન્ય કોઈપણ સત્તાનો સંપર્ક કરવાનો અધિકાર છે. જો નિર્ણય તેમની તરફેણમાં આવ્યો હોત તો અમે પણ કોર્ટનો સંપર્ક કર્યો હોત.