News Continuous Bureau | Mumbai
પોતાના પુસ્તક વિમોચન સમારોહમાં તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીના માની જાહેરાત કરીને મીડિયા સહિત સામાન્ય લોકોનું ધ્યાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરફ ખેચ્યું છે. જોકે તેમનું પુસ્તક વાંચવા લાયક છે. આ પુસ્તકમાં તેમણે શિવસેના પર આકરા પ્રહારો કર્યા છે.
પોતાના પુસ્તકમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે મુંબઈ શહેરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની કોઈ યોજના નથી. આવા પ્રકાર ની વાતો જનતા સામે કરવાથી કશો ફાયદો થવાનો નથી. પોતાની વાત જણાવતા તેઓએ કહ્યું કે તમામ રાજકીય પક્ષોએ મુંબઈ શહેર સંદર્ભેનું નિવેદન સમજી વિચારીને કરવું જોઈએ. મુંબઈ શહેરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની કોઈ યોજના ન હોવાને કારણે આ મુદ્દે પ્રચાર બંધ કરવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો : ગર્વની વાત.. વિશ્વ બેન્કની ચાવી ભારતીય વંશના અજય બંગાના હાથમાં, આ તારીખથી સંભાળશે કાર્યભાર..
ઉલ્લેખનીય છે કે શિવસેના છેલ્લા ઘણા સમયથી એવો આરોપ કરી રહી છે કે કેન્દ્ર સરકાર મુંબઈ શહેરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માંગે છે. આ સંદર્ભે તેઓ પોતાની રાજકીય રેલીમાં પણ અવાજ ઉઠાવતા હોય છે. હવે જ્યારે શરદ પવારે પોતાની આત્મકથામાં આ વાત લખી છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ઉદ્ધવ ઠાકરે આ મુદ્દો કયા મોઢે જનતા સામે લઈ જશે.
પોતાની આત્મકથામાં શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બાળા સાહેબ ઠાકરેને મળવો આસાન છે પરંતુ ઉદ્ધવ ઠાકરેને મળવું મુશ્કેલ છે. શરદ પવારની આ ટીકા એક ભૂકંપથી ઓછી નથી. પોતાની આત્મકથામાં તેમણે લખ્યું છે કે ઉદ્ધવ ઠાકરે એ રાજીનામું કોઈપણ જાતની ચર્ચા વિચારણા કર્યા વગર આપી દીધું હતું જેને કારણે અમારા સત્તાનો અંત આવ્યો.