Site icon

પોતાના પુસ્તકમાં શરદ પવારે ઉદ્ધવ ઠાકરેની આકરી ટીકા કરી, ભાજપ વિરોધી પ્રચારની હવા કાઢી નાખી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ સવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જોકે તેમણે પોતાના પુસ્તકમાં જે કંઈ લખ્યું છે તે ભૂકંપથી ઓછું નથી.

Sharad Pawar wrote sharp comment on Uddhav Thakrey in his book

Sharad Pawar wrote sharp comment on Uddhav Thakrey in his book

 News Continuous Bureau | Mumbai

પોતાના પુસ્તક વિમોચન સમારોહમાં તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીના માની જાહેરાત કરીને મીડિયા સહિત સામાન્ય લોકોનું ધ્યાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરફ ખેચ્યું છે. જોકે તેમનું પુસ્તક વાંચવા લાયક છે. આ પુસ્તકમાં તેમણે શિવસેના પર આકરા પ્રહારો કર્યા છે.

Join Our WhatsApp Community

પોતાના પુસ્તકમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે મુંબઈ શહેરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની કોઈ યોજના નથી. આવા પ્રકાર ની વાતો જનતા સામે કરવાથી કશો ફાયદો થવાનો નથી. પોતાની વાત જણાવતા તેઓએ કહ્યું કે તમામ રાજકીય પક્ષોએ મુંબઈ શહેર સંદર્ભેનું નિવેદન સમજી વિચારીને કરવું જોઈએ. મુંબઈ શહેરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની કોઈ યોજના ન હોવાને કારણે આ મુદ્દે પ્રચાર બંધ કરવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો : ગર્વની વાત.. વિશ્વ બેન્કની ચાવી ભારતીય વંશના અજય બંગાના હાથમાં, આ તારીખથી સંભાળશે કાર્યભાર..

ઉલ્લેખનીય છે કે શિવસેના છેલ્લા ઘણા સમયથી એવો આરોપ કરી રહી છે કે કેન્દ્ર સરકાર મુંબઈ શહેરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માંગે છે. આ સંદર્ભે તેઓ પોતાની રાજકીય રેલીમાં પણ અવાજ ઉઠાવતા હોય છે. હવે જ્યારે શરદ પવારે પોતાની આત્મકથામાં આ વાત લખી છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ઉદ્ધવ ઠાકરે આ મુદ્દો કયા મોઢે જનતા સામે લઈ જશે.

પોતાની આત્મકથામાં શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બાળા સાહેબ ઠાકરેને મળવો આસાન છે પરંતુ ઉદ્ધવ ઠાકરેને મળવું મુશ્કેલ છે. શરદ પવારનીટીકા એક ભૂકંપથી ઓછી નથી. પોતાની આત્મકથામાં તેમણે લખ્યું છે કે ઉદ્ધવ ઠાકરે એ રાજીનામું કોઈપણ જાતની ચર્ચા વિચારણા કર્યા વગર આપી દીધું હતું જેને કારણે અમારા સત્તાનો અંત આવ્યો.

 

Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Ajit Pawar Funeral: ‘દાદા’ ની અંતિમ વિદાય: આજે પંચતત્વમાં વિલીન થશે અજિત પવાર, પૂર્ણ રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Gujarat ATS: દરજીના વેશમાં આતંકી માનસિકતા! નવસારીથી ઝડપાયેલા યુવકના ખતરનાક ઈરાદા જાણી એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Exit mobile version