ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
કોવિડ-૧૯ મહામારી વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. NCPના ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવારના એક વીડિયોને લઈને આ વિવાદ સર્જાયો છે. રોહિત પવારના કોવિડ વૉર્ડમાં ડાન્સ વીડિયોને લઈને વિપક્ષ હવે મહારાષ્ટ્ર સરકાર પર વરસી પડ્યું છે. વિધાન પરિષદના વિપક્ષના નેતા પ્રવીણ દરેકરે વીડિયો અંગે સવાલ ઉઠાવ્યો છે.
પ્રવીણ દરેકરે મીડિયાને કહ્યું કે “કોવિડ વૉર્ડમાં PPE કિટ વગર જવું અને નૃત્ય કરવું એ નિયમોનું ઉલ્લંઘન છે. જો રોહિત પવાર સુપર સ્પ્રેડર બનશે તો શું થશે? શરદ પવારના પૌત્ર હોવાને કારણે રોહિતને અલગથી નવા નિયમો મળ્યા છે?”
મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસે શિવસેનાને દમ માર્યો : અમારે કારણે તમે છો, તમારે કારણે અમે નથી
ઉલ્લેખનીય છે કે રોહિત પવારે ગઈકાલે તેના ટ્વિટર ઍકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો સાથે તેણે લખ્યું હતું કે તે કરજત તાલુકાના કોવિડ સેન્ટરમાં ગયો છે. અહીં તેણે કોવિડ સેન્ટરમાં દાખલ દર્દીઓ સાથે ‘ઝિંગાટ’ ગીત પર નૃત્ય કર્યું. વીડિયોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના ધજાગરા ઊડતા નજરે પડે છે.