News Continuous Bureau | Mumbai
કોગ્રેંસી નેતા શશિ થરૂરે બીજેપી દ્વારા વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોમાં મળેલી જીતનું ક્રેડિટ પીએમ નરેન્દ્ર મોદીને આપ્યું છે.
શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે, તેઓ એક ડાયનામિક વ્યક્તિ છે.
તેમણે ઘણું બધું એવું કર્યું છે જે રાજકારણના દ્રષ્ટિકોણથી ખૂબ જ ઓછું જોવા મળે છે.
જોકે, તેમણે પીએમ મોદીના નકારાત્મક પાસા પણ જણાવ્યા હતા જેમાં તેમણે કહ્યું કે, તેમની કાર્યશૈલી દેશને જાતિ, ધર્મ, સંપ્રદાયના નામે વહેંચવાનું કામ કરે છે તે સમાજ માટે ઝેર સમાન છે.
શશિ થરૂરની આ ટિપ્પણી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારની પૃષ્ઠભૂમિમાં આવી છે.
આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્રમાં જે યોજનાનું વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું તે યોજનાને રાજ્ય સરકારે અટકાવી… જાણો વિગતે