SHASTRA Project: ગુજરાત પોલીસે શરૂ કર્યો SHASTRA પ્રોજેક્ટ, આટલા પોલીસ સ્ટેશનોમાં ‘Evening Policing’ માટે ટીમો તૈનાત કરાશે

SHASTRA Project: ગુજરાત પોલીસે ડેટા ડ્રિવન પોલિસિંગ પર વિશેષ ભાર મુકી રાજ્યમાં બની રહેલા શરીર સંબંધી ગુનાઓ અંગે કર્યો બારીક અભ્યાસ

by khushali ladva
SHASTRA Project Gujarat Police has launched SHASTRA Project, teams will be deployed for ‘Evening Policing’ in these police stations

News Continuous Bureau | Mumbai

  • ચાર મુખ્ય કમિશ્નરેટમાં બનેલા શરીર સંબંધી ગુનાઓ પૈકી ૪૫ ટકા ગુનાઓ સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી બન્યા હોવાનું ધ્યાને આવતા ગુજરાત પોલીસે ઘડ્યો ખાસ એક્શન પ્લાન
  • રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આ બાબતને ગંભીરતાથી લઈ ખાસ એક્શન પ્લાનના ભાગરૂપે ‘SHASTRA’ (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટ અમલમાં મૂક્યો
  • ક્રાઇમ ટ્રેન્ડ અને હોટ સ્પોટના વિશ્લેષણ બાદ ચાર મહાનગરોના ૩૩ અસરગ્રસ્ત પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પ્રોજેક્ટ અંતર્ગત “Evening Policing” પર ભાર મુકાયો
  • અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ‘શસ્ત્ર ટીમ’ સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી વિશેષ એક્ટીવ અને એલર્ટ રહેશે

SHASTRA Project: ડેટા ડ્રિવન પોલિસિંગ પર વિશેષ ભાર મુકી રાજ્યમાં બની રહેલા શરીર સંબંધી ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ઇ-ગુજકોપમાં ઉપલબ્ધ ડેટાનો બારીક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ ડેટા આધારિત અભ્યાસમાં ક્રાઇમ ટ્રેન્ડ અને હોટ સ્પોટનું વિશ્લેષણ કર્યા બાદ ચાર મુખ્ય કમિશ્નરેટ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના ૩૩ અસરગ્રસ્ત પોલીસ સ્ટેશનોને ચિન્હિત કરવામાં આવ્યા છે, જ્યાં સાંજે ૬ થી રાત્રે ૧૨ દરમિયાન શરીર સંબંધી ગુનાઓ વધુ બન્યા હોવાનું ધ્યાને આવ્યુ છે. રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આ બાબતને ગંભીરતાથી લઈ ખાસ એક્શન પ્લાનના ભાગરૂપે ‘SHASTRA’ (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, જે આ ગુનાઓને નિયંત્રણમાં રાખવા મહત્વપૂર્ણ સાબિત થશે.

રાજ્યમાં બનતા વિવિધ ગુનાઓ તથા ગુનેગારોની મોડસ ઓપરેન્ડી અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ તેમજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એનાલિસીસ કરી તેના પર અંકુશ લાવવા ગુજરાત પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે, ત્યારે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં બનેલા શરીર સંબંધી ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ડિટેઇલ એનાલીસીસ કરવામાં આવ્યુ તેમાં ધ્યાને આવ્યુ છે કે, સમગ્ર ગુજરાતમાં બનેલા કુલ શરીર સંબંધી ગુનાઓ પૈકી અંદાજે ૨૫ ટકા ગુનાઓ ચાર મહાનગરોમાં બન્યા છે. એટલુ જ નહિ, આ ગુનાઓ પૈકી ૪૫ ટકા ગુનાઓ સાંજે ૬ થી રાત્રે ૧૨ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યા છે.

આ સમાચાર પણ વાંચો: Delhi new CM Oath ceremony : દિલ્હીના મુખ્યમંત્રી નક્કી… ? શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ પત્ર આવ્યું સામે, જાણો કોના નામ પર લાગી મહોર..

SHASTRA Project: તેમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરના પ૦ પોલીસ સ્ટેશન પૈકી ૧૨ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ શરીર સંબંધી પ૦ ટકાથી વધુ ગુનાઓ બનતા હોવાનું અભ્યાસ દરમિયાન ધ્યાને આવ્યુ છે. તે જ રીતે સુરત શહેરના કુલ-૩૩ પોલીસ સ્ટેશન પૈકી ૯ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, વડોદરા શહેરના કુલ-૨૭ પોલીસ સ્ટેશન પૈકી ૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને રાજકોટ શહેરના કુલ-૧૫ પોલીસ સ્ટેશન પૈકી ૦પ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ૦ ટકાથી વધુ ગુનાઓ બનતા હોવાનું અભ્યાસમાં ધ્યાને આવ્યુ છે.

ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ડિટેઇલ એનાલીસીસને અંતે રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયે શરીર સંબંધી ગુનાઓને અંકુશમાં લેવા માટે હોટસ્પોટ બનેલા ચાર મહાનગરોના ૩૩ પોલીસ સ્ટેશન વિસ્તારમાં SHASTRA (Sharir Sambandhi Tras Rokva Abhiyan)પ્રોજેક્ટ અમલમાં મુકી “Evening Policing” પર ખાસ ભાર મુક્યો છે.

આ પ્રોજેક્ટ હેઠળ, સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા વચ્ચે વિશેષ પોલિસિંગ ટીમો તૈનાત કરવામાં આવશે, જેથી શહેરોના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધુ મજબૂત બને. તે ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 33 પોલીસ સ્ટેશનો, જ્યાં શરીર સંબંધી ગુનાઓનું પ્રમાણ ઉંચું છે, ત્યાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. SHASTRA ટીમો દરેક પોલીસ સ્ટેશન માટે નિશ્ચિત કરવામાં આવશે અને તેમનો રોલકોલ સાંજે ૮ વાગ્યાને બદલે દરરોજ સાંજે 6 વાગ્યે લેવાશે.

રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવ્યું કે, “SHASTRA પ્રોજેક્ટ માત્ર ગુનાઓ પર અંકુશ જ નહીં, પરંતુ શહેરના નાગરિકોને વધુ સુરક્ષિત મહેસૂસ કરાવવાનો પણ પ્રયાસ છે.”

આ સમાચાર પણ વાંચો:  Indian Railways Updates: યાત્રાળુને થશે હેરાનગતિ, ઉત્તર મધ્ય રેલવે દ્વારા મહાકુંભ માટે ટ્રેનો આ તારીખથી થશે રદ, જાણો સમયપત્રક.

ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, જો આપની આસપાસ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરી સહયોગ આપશો.

SHASTRA Project: SHASTRA પ્રોજેક્ટ હેઠળના પોલીસ દ્વારા લેવાશે મહત્વના પગલાં:

  • સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા વચ્ચે સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ ટીમો તૈનાત કરાશે.
  • પ્રતિબંધિત પ્રવૃત્તિઓ પર દરોડા અને ફુટ પેટ્રોલીંગ વધારાશે.
  • આ 33 મુખ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ અને નાકાબંધી કરવામાં આવશે.
  • સંદિગ્ધ વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવશે અને 135 GP એક્ટ હેઠળ વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.
  • દરેક સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી વધુ મજબૂત બનાવાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More