ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 જૂન 2021
બુધવારે
નવી જર્મન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી 16 ડબ્બાની સુપરફાસ્ટ જનશતાબ્દી એક્સપ્રેસ 10 જૂનથી LHB કોચ સાથે દોડવાની છે.
બે વર્ષ પહેલાં આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને માંડવી કોંકણ કન્યા ટ્રેન ચાલુ કરવામાં આવી હતી. રેક ઉપલબ્ધ થવાની સાથે જ અન્ય ગાડીઓમાં પણ આ ડબ્બા જોડવામાં આવવાના હતા. એ મુજબ આ ટ્રેન ચાલુ કરવામાં આવી રહી છે. બે વર્ષથી નવી ટેક્નોલૉજીની મદદથી ડબ્બા તૈયાર કરવાનું કામ ચાલુ હતું.
પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બે વર્ષ પહેલાં રેલવે પ્રશાસને નવી ટેક્નોલૉજીની મદદથી ડબ્બા તૈયાર કરવાનું કામ હાથમાં લીધું હતું. આ નવા ડબ્બાને કારણે ટ્રેનની સ્પીડ વધશે. ઍક્સિડન્ટને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓની સુરક્ષિતતા પર ભાર આપવામાં આવ્યો છે. આ ગાડીના ડબ્બામાં સ્ટીલ વાપરવામાં આવ્યું હોવાથી એનું વજન ચારથી પાંચ ટન ઘટી ગયું છે.
પહેલા બૅટરી પર ગાડી ચાલતી પણ હવે એ ડીઝલ જનરેટર પર ચાલે છે. આ બદલાવ વજન ઓછું કરવા માટે ઉપયોગી છે. ચાર જનરેટર બાદ પણ ગાડી બંધ પડી તો પર્યાયી બે જનરેટર વગર ગાડી ચાલુ રહી શકશે. ગાડી રોકવા માટે ડિસબ્રેકનો ઉપયોગ કરવામાં આવશે, જેથી અચાનક ગાડી થોભી જાય તો પ્રવાસીઓને ઝટકો ના લાગે. આ ડબ્બામાં LED બલ્બ હશે. દરેક ડબ્બામાં CCTV તેમ જ ફાયર સેફ્ટી સિસ્ટમ પણ બેસાડવામાં આવી છે.