Site icon

શિવસેના માટે પડ્યા પર પાટું-ધારાસભ્યો બાદ હવે નગરસેવકોનો તોડવાના દાવપેચ-શિવસેનાની આ ભૂતપૂર્વ નગરસેવિકાના જોડાઈ શિંદે ગ્રુપમાં-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

અત્યાર સુધી શિવસેનાના(Shivsena) નેતા ઉદ્ધવ ઠાકરે(ઉદ્ધવ ઠાકરે) અને તેમના પત્ની રશ્મિ ઠાકરે(Rashmi Thackeray) માટે આંસુ સારનારી અને લોકોને પક્ષ નહીં છોડવાની અપીલ કરીને ભાષણ અપીલ કરનારી ભૂતપૂર્વ નગરસેવિકા(Corporator) શીતલ મ્હાત્રે(Shital Mhatre) જ શિવસેનાને બાય બાય કરી દીધું છે અને હવે તે ઠાકરેને છોડીને શિંદે ગ્રુપમાં જોડાઈ ગઈ છે.

Join Our WhatsApp Community

પાલિકાની ચૂંટણી(Municipal elections) નજીક છે ત્યારે શિવસેનાનો ડર વધી ગયો છે. મુંબઈના દહીસર(Dahisar) વોર્ડ નંબર 7ની  ભૂતપૂર્વ નગરસેવિકા  શીતલ મ્હાત્રે શિંદે જૂથમાં જોડાઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉદ્ધવ ઠાકરેને વફાદાર રહેલી શીતલ મ્હાત્રેના આ નિર્ણયથી ખળભળાટ મચી ગયો છે. મ્હાત્રે સેંકડો કાર્યકરો અને પદાધિકારીઓ સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને(Chief Minister Eknath Shinde) તેમના મુંબઈ નિવાસસ્થાને મળવા ગઈ હતી.

આગામી દિવસોમાં  કોર્પોરેશનની ચૂંટણીઓ(Corporation elections) જાહેર થવાની શક્યતા છે. શિવસેનાનો ગઢ ગણાતા BMCમાં સત્તા જાળવી રાખવા માટે સેના સામે કડવા પડકારનો સામનો કરવો પડવાનો છે. અત્યાર સુધી થાણે(Thane) અને કલ્યાણ(kalyan) ડોમ્બિવલી(Dombivli) જેવા એકનાથ શિંદેનું પ્રભુત્વ ધરાવતા નગરસેવકો શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા છે. હવે મુંબઈથી શીતલ મ્હાત્રે શિંદેના જૂથમાં જોડાનાર મુંબઈ મહાનગરપાલિકાની પહેલી નગરસેવિકા બની ગઈ છે.  તેથી  મ્હાત્રે બાદ બીજું કોણ જશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે.

આ સમાચાર પણ વાંચો : સાવધાન. મેલ-એક્સપ્રેસમાં પ્રવાસીઓના મોબાઈલ-લેપટોપ ચોરનારી ગેંગ સક્રિય-રીઢો ગુનેગાર ઝડપાયો-સીસીટીવી ફૂટેજ બન્યા મદદરૂપ

અહીં ચોંકાવનારી વાત એ છે કે એકનાથ શિંદેના બળવા પછી શીતલ મ્હાત્રેએ એવું ભાષણ આપ્યું હતું જેનાથી શિંદે જૂથ ચોંકી ઉઠ્યું હતું. તમને રશ્મિ ભાભીના આંસુના સોંગધ છે, છોડશો નહીં, બળવાખોરોને તેમની જગ્યા બતાવી દો, આવા શબ્દોમાં શીતલ મ્હાત્રેએ પોતે પક્ષને વફાદાર છે એવું બતાવ્યું હતું. શીતલ મ્હાત્રે શિવસેનાના પ્રવક્તા પદની જવાબદારી સંભાળતી હતી, સાથે જ અલીબાગ-પેણની સંપર્ક સંઘટક તરીકે પણ જવાબદારી સંભાળતી હતી.
 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version