ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
01 ડિસેમ્બર 2020
સામાજિક કાર્યકર અને પૂર્વ જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનના ઉપ-પ્રમુખ શેહલા રાશિદના પિતાએ સોમવારે જમ્મુ અને કાશ્મીરના ડીજીપીને પત્ર લખીને કહ્યું કે પુત્રીના સશસ્ત્ર "બોડીગાર્ડ" દ્વારા તેમને પરિવાર છોડી જવાની ધમકી આપવામાં આવ્યા બાદ તેમના જીવને જોખમ છે.
તેમને ઘર છોડવા પાર મજબુર કરવામાં આવી રહયાં છે કેમકે તેમણે શહેલાના રાજકીય અને નાણાકીય વ્યવહારને નકાર્યો હતો. શહેલાની પૈસા લઈ દેશદ્રોહી પ્રવૃત્તિમા સામેલ થવાની ઘટનાથી શેહલાના પિતા રાશીદ શોરાએ પુત્રીની નાણાંકીય બાબતોની તપાસની કરવાની સરકારી માંગ કરી હતી, આક્ષેપ કર્યો હતો કે તેણે આતંકી ભંડોળ માટે બે લોકો પાસેથી 3 કરોડ રૂપિયા મેળવ્યા હતા.
શેહલાના પિતાએ જણાવ્યું હતું કે શેહલાને પહેલા આઈ.એ.એસ. અધિકારી શાહ ફૈસલ દ્વારા પાર્ટીમાં જોડાવા માટે મોટી રકમની ઓફર કરવામાં આવી હતી.
આમ, જેએનયુમાં ભારત વિરૂદ્ધ ઝેર ઓકનાર શહલા રશીદના પિતા અબ્દુલ રશીદએ પુત્રીની કરતૂતોનો ભાંડો ફોડ્યો છે. તેમણે કહ્યું કે જે પ્રકારે તેમની પુત્રી છુટા હાથે પૈસા ખર્ચ કરી રહી છે અને એનજીઓ ચલાવી રહી છે, તેનાથી સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક તેના સંબંધ આતંકવાદીઓ સાથે હોઇ શકે છે. શહલાના પિતાએ પુત્રીની કરતૂતોની તપાસ કેન્દ્રીય એજન્સીઓ પાસે કરાવવાની સાથે તેના પર કાર્યવાહીની માંગ કરી છે.