ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
શિલોંગમાં ૧૧ સ્થાનીય સંગઠનોના પ્રદર્શનકર્તાઓએ એક ભૂતપૂર્વ ઉગ્રવાદી નેતાની હત્યા માટે જવાબદાર પોલીસ કર્મચારીઓને બરતરફ કરવામાં સરકારની નિષ્ફળતાના વિરોધમાં સોમવારે ચાકુ આત્મસમર્પણ જેવી અનોખી રૅલીનું આયોજન કર્યું હતું.
આ રૅલીમાં ૧૧ સ્થાનીય સંગઠનના કાર્યકર્તાઓ, નેતાઓ સહિત મહિલાઓ અને યુવાનોએ ભાગ લીધો હતો. ઉગ્રવાદી સંગઠન હાઇનીવટ્રેપ નૅશનલ લિબરેશન કાઉન્સિલના ભૂતપૂર્વ મહાસચિવ ચેરિસ્ટરફિલ્ડ થાંગખ્યુની હત્યા માટે જવાબદાર પોલીસ કર્મચારીને બરતરફ કરવાની માગણી કરી હતી.
સાવધાન! રોજના આટલા હજાર કેસ નોંધાયા તો મહારાષ્ટ્રમાં ફરી લૉકડાઉન લાદવામાં આવશે, મુખ્ય પ્રધાને આપી ચેતવણી; જાણો વિગત
રાજ્યની રાજધાનીની ચારે તરફ થયેલી આ રૅલી બાદ પ્રદર્શનકર્તાઓએ નારા લગાવતા મવલઈ બસ-સ્ટૅન્ડ પર ચાકુ જમા કર્યા હતા.
આ વિરોધ પ્રદર્શન બાબતે એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે આ એક પ્રતીકાત્મક વિરોધ છે. કારણ કે પોલીસે દાવો કર્યો હતો કે તેમણે ૧૩મી ઑગસ્ટે આત્મરક્ષાર્થે થાંગખ્યુ પર બંદૂક ચલાવી હતી. જ્યારે આ પૂર્વ HNLC નેતાએ પોલીસ પર ચાકુથી હુમલો કર્યો હતો. અમારો વિરોધ ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી સરકાર દોષી પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે.