Site icon

મહારાષ્ટ્રમાં કેબનિટેના વિસ્તરણ બાદ શિંદે-ફડણવીસ સરકારે વડાપ્રધાન મોદીને આપી આ મોટી ગિફ્ટ

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો(Prime Minister Narendra Modi) મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના(bullet train project) માર્ગને આડે રહેલા અવરોધ એક પછી એક દૂર થઈ રહ્યા છે. હવે શિંદે-ફડણવીસ સરકારે(Shinde-Fadnavis government) વડાપ્રધાન મોદીને  મોટી ભેટ આપીને ખુશ કરી દીધા છે. બુલેટ ટ્રેનનો 25 ટકા ખર્ચ મહારાષ્ટ્ર સરકાર(Government of Maharashtra) ભોગવશે. રાજ્ય દ્વારા બુલેટ ટ્રેન(Bullet Train) માટે 6000 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

મુંબઈ અને ગુજરાત વચ્ચે(Between Mumbai and Gujarat) દોડનારી બુલેટ ટ્રેન માટે કેન્દ્ર સરકાર(Central Govt) 50 ટકા અને ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય 25 ટકા ખર્ચ કરશે. તેમાંથી રાજ્ય સરકારે 6 હજાર કરોડનું વિતરણ કર્યું છે. કેબિનેટ વિસ્તરણ(Cabinet expansion) બાદ મોદીને રાજ્ય સરકાર દ્વારા એક પ્રકારની ભેટ આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : આખરે પૂર્ણવિરામ મુકાયું- નીતિશ કુમારનું બિહારના મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું- હવે આ પાર્ટી સાથે મળીને બનાવી નવી સરકાર

મહાવિકાસ આઘાડી સરકાર(Mahavikas Aghadi Govt) દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકી ગયો હતો. શિંદે-ફડણવીસની સરકાર આવતાં જ તેને ફરી એકવાર વેગ મળ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ(Congress state president) નાના પટોલેએ(Nana Patole) આની ટીકા કરી છે. આ સરકાર મહારાષ્ટ્રની છે કે ગુજરાતની? આ સવાલ નાના પટોલેએ ઉઠાવ્યો છે.

બુલેટ ટ્રેન માટે છ હજાર કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. પહેલા જ કેબિનેટમાં બુલેટ ટ્રેનને લઈને કામ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શું મહારાષ્ટ્ર સરકાર ગુજરાત માટે બની  છે? સરકાર ગેરબંધારણીય(Unconstitutional) છે. રાજ્યમાં ભીનો દુકાળ છે, ખેડૂતો પાયમાલ છે. હજુ પંચનામા થયા નથી, ખેડૂતોને કોઈ મદદ નથી, પરંતુ રાજ્ય સરકાર બુલેટ ટ્રેન માટે છ હજાર કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે તો શું આ સરકાર ગુજરાત માટે બની રહી છે? અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન(Ahmedabad-Mumbai bullet train) ગણતરીના સ્ટોપ સાથે માત્ર 2 કલાક 7 મિનિટમાં અંતર કાપશે એવો અંદાજ છે. 10 કોચની ટ્રેન 2023 સુધીમાં અને 16 કોચની ટ્રેન(Coach Train) 2033 સુધીમાં આવશે. તેમાં બિઝનેસ અને સ્ટાન્ડર્ડ એમ બે કેટેગરી હશે. આ બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ સુધી 508 કિલોમીટરના અંતરે દોડશે. આ માર્ગમાંથી 156 કિમી મહારાષ્ટ્ર થઈને અને 351 કિમી ગુજરાતમાં છે.

આ સમાચાર પણ વાંચો : બિહારના રાજકારણમાં મોટો વળાંક- જનતાદળ યુ-ભાજપ ગઠબંધનનો અંત- સાંજે આટલા વાગ્યે CM રાજ્યપાલને મળશે

Raj Thackeray: શું મુંબઈમાં જોવા મળશે મોટો ખેલ? શાંત પ્રચાર પાછળ રાજ ઠાકરેની કઈ વ્યૂહરચના છે? ઠાકરેએ પોતે જ ખોલ્યા પત્તા
Raj Thackeray: મુંબઈમાં હવે ‘બોમ્બે ઢાબા’ પર વિવાદ: નામ જોતા જ રાજ ઠાકરેએ હાઈવે પર ગાડી ઉભી રખાવી, મનસે કાર્યકરોએ બોર્ડ તોડી પાડ્યું
Maharashtra: મહારાષ્ટ્રમાં હવામાનનો યુ-ટર્ન! મુંબઈમાં વાદળછાયું આકાશ, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી
Makar Sankranti: રેલવે મુસાફરો માટે સારા સમાચાર! મકર સંક્રાંતિ નિમિત્તે 150 સ્પેશિયલ ટ્રેનો દોડશે; શિરડી, તિરુપતિ અને મહારાષ્ટ્રના સ્ટેશનોનો પણ સમાવેશ
Exit mobile version