News Continuous Bureau | Mumbai
શિવસેનામાં ભંગાણ પાડીને ભાજપ સાથે સરકાર રચનારા એકનાથ શિંદેનું પલડું દિવસેને દિવસે ભારે થઈ રહ્યું છે. શિવસેનાના 40 ધારાસભયોને ફોડનારા શિંદે ગ્રુપમાં હજી પણ ઠાકરે ગ્રુપના એક પછી એક પદાધિકારીનો જોડાવાનો પ્રવાહ ચાલુ જ છે. તેમાં હવે જોકે ઠાકરે ગ્રુપને મોટો ઝટકો લાગ્યો છે.
ઠાકરે ગ્રુપે જે શિવસૈનિકોને ખરાબ સમયમાં સાથ આપવા બદલ એકનિષ્ઠ હોવાનું સર્ટિફિકેટ આપ્યું હતું, તે જ શિંદે ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. મહારાષ્ટ્રના ગુહારનગરમાં ઠાકરે ગ્રપના છ પદાધિકારો શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા છે, જેમાં બે સરપંચ છે.
આ સમાચાર પણ વાંચો : હેં- ના હોય- મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ અગાઉ બે વખત આ પક્ષ સાથે સરકાર સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો
શિંદે ગ્રુપમાં જોડાયેલા લોકોમાં સ્થાનિક યુવા સેના પ્રમુખો તથા બે સરપંચોનો સમાવેશ થાય છે. એકપછી એક લોકો ઠાકરે ગ્રુપને છોડી રહ્યા છે, તેથી ઠાકરે ગ્રુપની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આગામી દિવસો હજુ કપરા ચઢાણ ચઢવા પડવાનો ડર હવે પક્ષને સતાવી રહ્યો છે.