News Continuous Bureau | Mumbai
શિવસેનામાં(Shivsena) ભંગાણ બાદ ઠાકરે અને શિંદે જૂથ(Shinde Group) વચ્ચેની ખેંચતાણ દિવસેને દિવસે વધી રહી છે. આ બંને જૂથો વચ્ચે એક યા બીજા કારણસર મામલો ગરમાઈ રહ્યો છે. શિવસેના પાર્ટી, શિવસેનાનું ચૂંટણી ચિન્હ, દશેરા રેલી(Dussera Rally) જેવા અનેક મુદ્દાઓ પર આ બંને જૂથ સામસામે રહ્યા છે. હવે ફરી એકવાર આ બંને જૂથો સામસામે આવી ગયા છે. મીડિયા રિપોર્ટ મુજબ ડોમ્બિવલીમાં(Dombivali) શિવસેનાનું કેન્દ્રીય કાર્યાલય (Central office of Shiv Sena) કારણભૂત છે. થાણે જિલ્લાના(Thane district) ડોમ્બિવલી વિસ્તારમાં સ્થિત શિવસેનાની કેન્દ્રીય પાંખ પર એકનાથ શિંદેના(Eknath Shinde) નેતૃત્વવાળા જૂથે કબજો કરી લીધો છે.
ગુરુવારે પોલીસ સુરક્ષા હેઠળ શિંદે જૂથ એટલે કે બાલાસાહેબાંચી શિવસેનાના(Balasahebanchi Shiv Sena) અધિકારીઓ અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા અને આ શાખાને પોતાના નિયંત્રણમાં લીધી. આ સાથે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથના કાર્યાલયમાં આવનારા કાર્યકરોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના પગલે બંને જૂથોના સમર્થકો સામસામે આવી ગયા હતા, પરંતુ પોલીસે સમયસર દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. જે બાદ શિંદે ગ્રુપના પદાધિકારીઓએ ઓફિસ પર કબજો જમાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યાલયનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી એકનાથ શિંદે કરશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરના આ વિસ્તારમાં સવાર સવારમાં ફાટી નીકળી ભીષણ આગ- ફાયર બ્રિગેડની બે ચાર નહીં પણ 8 ગાડીઓ પહોંચી ઘટના સ્થળે- જુઓ વિડીયો
દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઓફિસની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શિંદે જૂથના નેતાઓએ રામનગર પોલીસ સ્ટેશનમાં(Ramnagar Police Station) દસ્તાવેજો રજૂ કર્યા હતા અને દાવો કર્યો હતો કે તેઓએ બિલ્ડર પાસેથી શાખા ખરીદી હતી. આ પછી પોલીસે તેમને બ્રાન્ચ કબજે કરવાની મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બંને જૂથોએ આ શાખા કબજે કરવાનો પ્રયાસ કર્યો છે. ત્રણ મહિના પહેલા ડોમ્બિવલી શિવસેના કેન્દ્રીય કાર્યાલયને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથ અને શિંદે જૂથ વચ્ચે સંઘર્ષ થયો હતો.
આ સમાચાર પણ વાંચો :Elon Musk ના હાથમાં હવે ટ્વિટરની કમાન- CEO પરાગ અગ્રવાલ સહિત આ અધિકારીને બહારનો રસ્તો દેખાડ્યો