News Continuous Bureau | Mumbai
જ્યારે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ હતો ત્યારે વાયરસના સંક્રમણને રોકવા માટે, અનેક મંદિરોમાં માળા, ફૂલો અને પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ, હવે દેશમાં કોરોનાનો પ્રકોપ ઓછો થયો છે. તેથી, દેશના ઘણા મંદિરોએ આ પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે. જો કે, શિરડીના સાંઈ સંસ્થાને મંદિરમાં માળા, ફૂલ અને પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. પરિણામે સ્થાનિક ફૂલ વિક્રેતાઓ અને ગ્રામજનોએ હવે આની સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે શુક્રવારે આનો વિરોધ કર્યો હતો.
શિરડીના ગ્રામજનો અને વિક્રેતાઓ દર્શન માટે કતારમાં ઉભા રહ્યા અને સૂત્રોચ્ચાર કર્યા. તેઓએ મંદિરમાં ફૂલો, માળા લઈ જવાનો પ્રયાસ કર્યો. જો કે મંદિરના સુરક્ષાકર્મીઓએ તમામને અટકાવ્યા હતા. આ વખતે સિક્યોરિટી ગાર્ડ અને ફેરિયાઓ વચ્ચે મારામારી થઈ હતી. જેના કારણે સાંઈ મંદિર વિસ્તારમાં વાતાવરણ ડહોળાયું હતું.
આ સમાચાર પણ વાંચો : વંદે ભારત એક્સપ્રેસની નવી સફળતા- આટલા કિમીની સ્પીડ લિમિટ કરી પાર- તોડ્યા તમામ રેકોર્ડ- જુઓ વિડીયો
દરમિયાન, અહમદનગરના સાંસદ સુજય વિખે પાટીલે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'આ લાંબા સમયથી ચાલતો મુદ્દો છે અને દરેકની લાગણીઓ અને ભૂમિકાઓ જાણવાની જરૂર છે. દરેકની લાગણીઓનું સન્માન કરવા માટે વચ્ચેનો રસ્તો શોધવાની જરૂર છે. પરંતુ સાઈ સંસ્થાનના ટ્રસ્ટી મંડળે આ મામલે જનપ્રતિનિધિઓ સાથે કોઈ ચર્ચા કરી નથી. જ્યારે લોકપ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વગર આવા નિર્ણયો લેવામાં આવે છે ત્યારે આવા પરિણામો જોવા મળે છે. ટ્રસ્ટી મંડળની નિમણૂક મહાવિકાસ આઘાડી સરકાર દરમિયાન કરવામાં આવી હતી. પ્રમુખ એનસીપીના ધારાસભ્ય હોવા છતાં તેમણે રાજકારણ રમ્યા વિના સ્થાનિક લોકપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવી જોઈએ.