Site icon

લો બોલો, મહારાષ્ટ્રના આ પ્રખ્યાત મંદિરની દાનપેટીમાં લોકોએ પધરાવી દીધી 500 અને 1000ની જૂની નોટો, કરોડો રૂપિયામાં આવ્યું દાન; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

શનિવાર. 

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં સ્થિત પ્રખ્યાત શિરડી સાંઈ સંસ્થા હાલમાં એક વિચિત્ર પ્રકારની મુંઝવણનો સામનો કરી રહ્યું છે. સાઈબાબા મંદિરની તિજોરીમાં ચલણમાંથી રદ કરવામાં આવેલી ત્રણ કરોડની ચલણી નોટોનો ભરાવો થયો છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે નોટબંધીના પાંચથી વધારે વર્ષ વીતી ચુક્યા છે. તેમ છતાં પણ દાનપેટીઓમાં જૂની નોટો આવવાનું ચાલુ જ છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સાઈ સંસ્થાનની તિજોરીમાં રદ થયેલી પાંચસો અને હજાર રૃપિયાની નોટો મોટા પ્રમાણમાં છે. ભાવિકો તરફથી દાનપેટીમાં નાખવામાં આવતી આ રદ કરાયેલી જૂની નોટોનું કોઈ મૂલ્ય નથી. કારણકે  આ નોટનો સંગ્રહ કરવો અથવા પાસે રાખવી એ ગેરકાયદેસર છે. આથી આ જૂની નોટોને લીધે સાંઈ સંસ્થાન માટે માથાના દુખાવા રૂપ બની ગઈ છે.

લતા મંગેશકરના સ્વાસ્થ્યને લઈ મોટા સમાચાર, ફરી વેન્ટિલેટર પર શિફ્ટ કરાયાં; 28 દિવસથી આ  હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

આ અંગે સંસ્થાના સીઈઓ ભાગ્યશ્રી બનાયતે જણાવ્યું કે, જો ભક્ત હુંડીઓમાં દાન નાખે છે, તેની ગણતરી અઠવાડીયામાં એક વાર કરવામાં આવે છે. જ્યારે નોટબંધી થઈ ત્યારથી દાનપેટીમાં જૂની નોટો નાખવાનું ચલણ વધ્યું છે. આમ તો અમે નોટો જમા કરીને સાઈડમાં રાખીએ છીએ. તેને લઈને અમે સતત કેન્દ્રીય નાણામંત્રાલય, કેન્દ્રીય ગૃહમંત્રાલય અને રિઝર્વ બેન્ક સાથે સતત સંપર્કમાં છે.

નોટબંધી બાદ એટલે કે, 31 ડિસેમ્બર 2016 સુધી દાન પેટી દરરોજ ખોલવામાં આવતી અને દાનમાં ચડાવેલા રૂપિયાને બેંકોમાં જમા કરાવવામાં આવતા હતા. પરંતુ 31 ડિસેમ્બર બાદ બેંકોએ જૂની નોટો લેવાની ના પાડી દીધી. આ સંસ્થાના રૂપિયા છે અને તેને સામાન્ય લોકોની ભલાઈ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ત્યારે આવા સમયે અમે ઈચ્છીએ છીએ કે, તેનું સમાધાન જલ્દી થાય.

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version