News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra politics) રોજ નવા વળાંક જોવા મળી રહ્યા છે. શિવસેનાના(Shiv Sena) બળવાખોર ધારાસભ્ય(Rebel MLA) અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન(Former Maharashtra Minister) ઉદય સામંતની(Uday samant) કાર પર મંગળવારે સાંજે પૂણેના કાત્રજ વિસ્તારમાં સિગ્નલ પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો હતો.
મિડિયાના અહેવાલ મુજબ ઉદય સામંત અહીં મુખ્યમંત્રી એકનાથ શિંદેના(Chief Minister Eknath Shinde) કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતા. હુમલાની થોડી ક્ષણો પહેલા શિંદેનો કાફલો પણ અહીંથી પસાર થયો હતો.
ઉદય સામંતના નજીકની વ્યક્તિના કહેવા મુજબ હુમલા દરમિયાન સામંત જે કારમાં બેઠા હતા તેની બારીને નુકસાન થયું છે. સામંતની કારને ઘેરી લેવાનો અને તેને આગ લગાડવાનો પ્રયાસ કરતા ટોળાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર સામે આવ્યો છે.
#શિવસેનાના બળવાખોર #ધારાસભ્ય પર #હુમલો થયો. જુઓ વિડિયો..#Maharashtra #shivsena #rebelmla #attack #newscontinuous pic.twitter.com/pbigaucreB
— news continuous (@NewsContinuous) August 3, 2022
હુમલા બાદ ઉદય સામંતે કહ્યું કે આ એક નિંદનીય ઘટના છે. મહારાષ્ટ્રમાં રાજનીતિ(politics) આ રીતે થતી નથી. હુમલાખોરો પાસે બેઝબોલ સ્ટીક(Baseball stick) અને પથ્થરો હતા. પોલીસ આ પૂરા બનાવની તપાસ કરશે અને દોષીને સજા અપાવશે.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસને મોટો ઝટકો-હરિયાણાના આ ધારાસભ્યએ પાર્ટીને કહ્યું ટાટા બાય બાય-આવતીકાલે જોડાશે ભાજપમાં
અહીં ઉલ્લેખનીય છે કે શિવસેનાના નેતા(Shiv Sena leader) આદિત્ય ઠાકરેની(Aaditya Thackeray) જાહેર સભા પણ તે જ સમયે નજીકના વિસ્તારમાં યોજાઈ હતી.
આ બનાવ બાદ મુખ્યમંત્રી શિંદેને આ બાબતે સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે કાર પર પથ્થર ફેંકીને ભાગવું એ હિંમતનું કામ નથી. તેમણે કહ્યું કે પોલીસ આવું કરનારાઓ સામે કાર્યવાહી કરશે.