ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજકીય પાર્ટીઓએ મતદારોને અત્યારથી રીઝવવાનું ચાલુ કરી દીધું છે. એમાં પણ દાદરમાં આવેલા પ્રખ્યાત શિવાજી પાર્ક સાથે મરાઠી માણુસને કંઈક વધુ જ પ્રેમ છે. એથી અહીંના મતદારોને રીઝવવા માટે વર્ષોથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે-MNS) દ્વારા અહીં દીવાળીના સમયમાં કંદીલથી આખો વિસ્તાર ઝગમગાવી દેતો આવ્યો છે. જોકે હવે મુખ્ય પ્રધાનના ફંડમાંથી શિવાજી પાર્કમાં કાયમી સ્વરૂપે લાઇટ લગાવી દેવામાં આવી છે.
આખરે 27 દિવસ બાદ આર્યન ખાન જેલમાંથી મુક્ત, મન્નતમાં ખુશીનો માહોલ
મનસેએ જોકે પોતાની હાર નહીં માનતા શિવાજી પાર્ક સહિત શિવસેના ભવન સહિતના સમગ્ર વિસ્તારમાં વિદ્યુત રોશની લગાવીને આખા પરિસરને ઝગમગાવી દીધો છે. દર વર્ષે દિવાળીના સમયમાં મનસે અને શિવસેના કંદીલ લગાડવાને લઈને સામસામે થઈ જતી હોય છે. ત્યારે પાલિકાની ચૂંટણી પહેલાં લાઇટિંગને બહાને દિવાળીમાં શિવસેના અને મનસેને પોતાની તાકાત બતાવવાનો મોકો મળી ગયો છે. એથી હાલ શિવાજી પાર્કના વિસ્તારમાં શિવસેના-મનસે વચ્ચે કંદીલ વૉર જોવા મળી રહ્યુ છે.
