News Continuous Bureau | Mumbai
શિવસેનામાં(Shivsena) સામે બળવો કરી શિંદે ગ્રુપમાં(Shinde group) જોડાઈ ગયેલા માગાઠાણેના(Magathane) ધારાસભ્ય પ્રકાશ સુર્વેની(MLA Prakash Surve) તકલીફમાં વધારો થવાની શક્યતા છે. શિવસેનાએ ધારાસભ્ય પ્રકાશ સુર્વે પર રવિવારે દહિસરમાં(Dahisar) એક કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણ(Provocative speech) કરવાનો આરોપ લગાવ્યો છે. આ પ્રકરણમાં શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવકે(Former Corporator) સુર્વે વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં(Police station) ફરિયાદ નોંધાવી છે.
શિવસેનાના દહિસર વિધાનસભાના(Dahisar Assembly) પ્રમુખ અને ભૂતપૂર્વ નગરસેવક ઉદેશ પાટેકરના(Udesh Patekar) નેતૃત્વમાં શિવસેનાના પદાધિકારી અને ભૂતપૂર્વ નગરસેવકોએ દહીસર પોલીસ સ્ટેશનમાં(Dahisar Police Station) ઉશ્કેરીજનક નિવદેન કરનારા પ્રકાશ સુર્વે સામે આકારી કાર્યવાહીની માગણી કરી છે. શિવસેનાને પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ માગાઠાણેના ધારાસભ્ય પ્રકાશ સુર્વેએ રવિવાર 14 ઓગસ્ટ, 2022ના સવારના 11 વાગે દહિસર કોંકણીપાડા બુદ્ધવિહારમાં થયેલા કાર્યક્રમમાં ઉશ્કેરીજનક ભાષણ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની બહારથી આવતા વાહનોને કારણે થતી ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત-દહીસરમાં ઊભું કરાશે ટ્રાન્સપોર્ટ હબ
મીડિયાના અહેવાલ મુજબ આ ભાષણમાં પ્રકાશ સુર્વેએ ઠોકી કાઢો, કાપી નાખો, હાથ નહીં તોડયો તો પગ તોડો. બીજા દિવસે હું ટેબલ જામીન કરી આપીશ. એવું ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હોવાનું કહેવાય છે.
શિવસેનામાં એકનાથ શિંદેના બળવા પછી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર(MVA Govt) તૂટી ગઈ હતી. આ પછી રાજ્યમાં ભાજપ(BJP) અને એકનાથ શિંદે જૂથ સરકારમાં આવી છે. હવે શિંદે જૂથના નેતાઓએ શિવસેનાના નેતાઓ પર ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે પર ટીકા કરવાની એક તક છોડતા નથી. રાજ્યમાં હાલ ઉદ્ધવ અને શિંદે ગ્રુપ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરીને એકબીજા પર જોરદાર પ્રહારો ચાલી રહ્યા છે.