213
Join Our WhatsApp Community
શિવસેનાનાં નેતા સંજય રાઉતે સરકારનાં ઓક્સિજનની અછતનાં કારણે દેશમાં કોઇ મોત નહી થયા હોવાના દાવા પર આકરા પ્રહાર કર્યા છે.
રાજ્યસભાનાં સાંસદે કહ્યું, 'મારી પાસે શબ્દો નથી. આવા નિવેદન સાંભળીને મૃતકોના પરિવારનાં સભ્યોનું શું થયું હશે, જે ઓક્સિજનનાં અભાવને કારણે મૃત્યુ પામ્યા? સરકાર સામે કેસ નોંધાવો જોઇએ. તેઓ જૂઠું બોલી રહ્યા છે.
આ સિવાય સંજય રાઉતે પેગાસસ ફોન હેકિંગ મામલે કહ્યું કે જેપીસી અને સુપ્રીમ કોર્ટની દખલ વિરોધી પક્ષ તરફથી માંગવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં ગઈકાલે એક જાણકારી આપવામાં આવી હતી અને તેમાં કહેવાયું હતું કે, ઓક્સિજનની અછતના કારણે દેશમાં કોઈનુ મોત થયું નથી.
You Might Be Interested In