ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસુલ સિટી કો-ઓપરેટિવ બેંકમાં ભંડોળના ગેરવહીવટ સંબંધિત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની રડાર પર છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ઇડી ટૂંક સમયમાં જ આ કેસ સંદર્ભે પૂછપરછ માટે અડસુલને સમન્સ પાઠવી શકે છે.
ગયા અઠવાડિયે, ઇડીના અધિકારીઓએ તપાસના સંબંધમાં મુંબઈના છ સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં બેંક પરિસરનો સમાવેશ થાય છે.
ઇડી કેસ સિટી કો-ઓપરેટિવ બેંક કૌભાંડ સંબંધિત મુંબઈ પોલીસની FIR પર આધારિત છે, જ્યાં અડસુલ ફરિયાદી છે. તેઓ સિટી કો-ઓપરેટિવ બેંકના ચેરમેન છે.
જૂન 2020 માં, મુંબઈના એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશને અડસુલની ફરિયાદ પર ઓડિટર્સ, વેલ્યુઅર્સ અને સિટી કો-ઓપરેટિવ બેંકના કર્મચારીઓ સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. બાદમાં આ કેસ મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાને સોંપવામાં આવ્યો હતો. પોલીસ કેસ બાદ ઇડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.