News Continuous Bureau | Mumbai
એક સમયે શિવસેના(Shivsena) પાર્ટીમાં શિવસેના અધ્યક્ષ અને માતૃશ્રી સમક્ષ કોઈ માંગણી મુકવી કે પછી કોઈ વિચાર રજુ કરવો એ બહાદુરીનું અથવા બંડખોરીનુ પ્રતીક માનવામાં આવતું હતું. હવે એવું લાગે છે કે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની પકડ પાર્ટી પરથી ઢીલી પડી ગઈ છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણી(President election)માં કોને સમર્થન આપવું તે સંદર્ભે સાંસદો(MP)નો નિર્ણય ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) કરતા અલગ છે.
આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને એવો ટોણો માર્યો છે કે માતોશ્રી ને બરાબરના મરચા લાગ્યા હશે- કહ્યું મારી ઓટોરિક્ષા તમારા
શિવસેનાના મુંબઈના સાંસદ રાહુલ શેવાળેએ પત્ર લખીને માંગણી કરી છે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે શિવસેના દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu)ને સમર્થન આપે. આ સાથે જ તેમણે એવી પણ માંગણી કરી છે કે શિવસેના(Shivsena)ના તમામ સાંસદો(MPs)એ તેને જ મત આપવો જોઈએ. આમ એક તરફ ઉદ્ધવ ઠાકરે તમામ જનપ્રતિનિધિઓ પોતાની સાથે હોવાનો દાવો કરે છે ત્યારે બીજી તરફ હવે સાંસદોમાં પણ સ્વતંત્ર અવાજ અને સ્વતંત્ર વિચાર આવવા માંડયા છે.