ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,
15 ફેબ્રુઆરી, ૨૦૨૨
મંગળવાર.
સાંસદ રાજેન્દ્ર ગાવિતને એક વર્ષની જેલની સજા અને પોણા બે કરોડની ભરપાઈ કરવાનો આદેશ પાલઘરની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશ્યલ કોર્ટે આપ્યો છે.
શિવસેનાના નેતાએ ૨૦૧૪માં એક જમીન ખરીદવાના મામલામાં કોર્ટે ચેક બાઉન્સ થવાના મામલા આ સજા કરવામાં આવી છે.
આરોપી સંસદસભ્ય આ સજાને ઉપરની કોર્ટમાં ચુકાદાના એક મહિનામાં પડકારી શકશે.
તેમણે આ ચુકાદા પર સ્ટે માગ્યો હોવાથી આ કેસની આગામી સુનાવણી ૧૪ માર્ચે હાથ ધરાવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે સંસદસભ્ય રાજેન્દ્ર ગાવિત પહેલાં બીજેપીમાં હતા.
અહીંના કદાવર નેતા ચિંતામણ વણગાનું હાર્ટ અટૅકમાં અવસાન થયા બાદ રાજેન્દ્ર ગાવિત તેમને સ્થાને સંસદસભ્ય બન્યા હતા.
બાદમાં તેઓ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વખતે શિવસેનામાં જોડાયા હતા અને વિજયી થયા હતા.