ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
27 ઓગસ્ટ 2020
મહારાષ્ટ્રના પરભણીના શિવસેનાના સાંસદ સંજય જાધવે લોકસભાના સભ્યપદથી રાજીનામું આપ્યું છે. તેમનું કહેવું છે કે તેમના ક્ષેત્રના પક્ષના કાર્યકરો સાથે તેઓ ન્યાય કરવામાં અસમર્થ છે. તેમને કોઈ કામ કરવા દેવામાં આવતું નથી, આમ કહી, જાધવે પક્ષના વડા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજીનામું મોકલાવ્યું છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, "હું મારા વિસ્તારમાં શિવસેનાના કાર્યકરો સાથે ન્યાય કરવામાં અસમર્થ છું, આથી મને પક્ષના સાંસદ બનવાનો કોઈ અધિકાર નથી. તેથી, કૃપા કરીને મારો રાજીનામું સ્વીકારો,"
સંજય જાધવનું કહેવું છે કે 'પરભણી જિલ્લામાં જિંતુર કૃષિ પેદાશ બજાર સમિતિ (એપીએમસી) ના બિનસરકારી વહીવટદારની નિમણૂક અંગે તેઓ નારાજ છે. "હું છેલ્લા 8-10 મહિનાથી (પરભણીમાં જિંતુર એપીએમસીના એડમિનિસ્ટ્રેટરની નિમણૂકના) મામલાને અનુસરી રહ્યો છું. જરૂરી મહેનત કરી રહ્યો છું અને હવે એનસીપીના એક વ્યક્તિને બિન-સરકારી વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને આ શિવસેનાના કાર્યકર્તાઓનું અપમાન છે." ઉલ્લેખનીય છે કે એમપી સંજય જાધવ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય છે.. નોંધનીય છે કે હાલ મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ની વિકાસ આઘાડી સરકાર શાસન છે જેના મુખ્યમંત્રી તરીકે ઉધ્ધવ ઠાકરે પદભાર સંભાળી રહયાં છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com