News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર(Maharashtra MVA Govt)માં ભંગાણના સમાચાર સામે આવી રહ્યાં છે. શિવસેના(Shivsena)ના નેતા અને મંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) નારાજ જોવા મળી રહ્યાં છે. નેતા એકનાથ શિંદે સાથે સંપર્ક ન થતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)ના વડા શરદ પવાર (Sharad Pawar)એક્ટિવ થયા છે અને મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે.આ જ ક્રમમાં શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે(Uddhv Thackeray)એ તેમના સરકારી નિવાસસ્થાન વર્ષા ખાતે ધારાસભ્યો(MLA)ની બેઠક બોલાવી હતી, પરંતુ આ બેઠકમાં માત્ર 18 ધારાસભ્યો હાજર હતા. બેઠક પૂરી થઈ ગઈ છે અને હવે એકનાથ શિંદે શું ભૂમિકા ભજવશે તેના પર સૌનું ધ્યાન કેન્દ્રિત છે. એકનાથ શિંદે હજુ પણ નોટ રિચેબલ છે તેથી એ સ્પષ્ટ નથી રહી શક્યું કે તેમના સાથે કેટલા ધારાસભ્યો છે.
આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્રમાં સરકાર પડી ભાંગશે? વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ અચાનક ગાયબ.. જાણો વિગત
તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેએ પ્રસ્તાવ આપ્યો હોવાનો મહારાષ્ટ્રના સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે જાણવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ એકનાથ શિંદેએ ઓફર આપી છે કે જો ઉદ્ધવ ઠાકરે ભાજપ(BJP) સાથે ગઠબંધનની સરકાર બનાવે તો અમે પાર્ટીમાં જ રહીશું. આમ એકનાથ શિંદેએ ઠાકરે સામે પાર્ટીને બચાવવા માટે છેલ્લી ઓફર આપી હોવાની માહિતી મળી રહી છે.