News Continuous Bureau | Mumbai
શિવસેના પક્ષ પ્રમુખ(ShivSena president) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) માટે દિવસેને દિવસે વધુ સમસ્યાઓ આવી રહી છે. પક્ષના વિધાનસભ્યોએ(MLA) કરેલા બળવા બાદ એકનાથ શિંદે(Eknath Shinde) મુખ્યમંત્રી બની ગયા છે. એક પછી એક વિધાનસભ્યો પક્ષ શિંદે ગ્રુપમાં(Shinde group) જોડાઈ રહ્યા છે. શિંદે ગ્રુપનું વજન વધી રહ્યું છે ત્યારે રવિવારે વિધાનસભાના અધ્યક્ષ પદની ચૂંટણી(Election of Chairman) પહેલા વિધાનસભાના પરિસરમાં સ્થિત શિવસેના વિધાનસભ્ય પક્ષના કાર્યાલયને પણ સીલ કરી દેવામાં આવ્યું હતું. ઓફિસની બહાર મરાઠી ભાષામાં લખેલી નોટિસ ચોંટાડવામાં આવી છે, તેને કારણે શિવસેનાના ગણ્યાગાંઠ્યા વિધાનસભ્યોની અડચણો વધી ગઈ છે.
શિવસેનાના સ્પીકર પદના(Speaker post) ઉમેદવાર રાજન સાલ્વી(Rajan Salvi) અને વિધાન પરિષદના(Legislative Council) ઉપાધ્યક્ષ નિલમ ગોરહેના(Neelam Gorhe) કાર્યાલયમાં બેસવાની નોબત આવી હતી. શિવસેનાની ઓફિસ(Shivsena Office) બહાર લગાવવામાં આવેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે શિવસેના વિધાયક દળના નિર્દેશ પર આ ઓફિસને સીલ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : છત્રી રેઇનકોટ સાથે જ રાખજો- મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આગામી 5 દિવસ સુધી વરસશે ધોધમાર વરસાદ- જાણો હવામાન વિભાગનો વર્તારો
શિંદે ગ્રુપ અને ઠાકરે ગ્રુપ(Thackeray Group) એમ બંને ગ્રુપ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ દ્વારા આ ઓફિસને બંધ કરવામાં આવી છે. શિંદે ગ્રુપના એક નેતાએ કહ્યું હતું કે તેમના ગ્રુપ દ્વારા આ ઓફિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આદિત્ય ઠાકરે(Aadity thackeray) દ્વારા એવું કહેવામાં આવ્યું હતુ કે તેમની ઓરિજિનલ શિવસેનાએ આ ઓફિસને સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.