News Continuous Bureau|Mumbai.
શિવસેના(Shivsena)એ હવે રાષ્ટ્રપતિની ચૂંટણી(President eletion) માં દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu)ને સમર્થન આપવાની જાહેરાત કરી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ કહ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં શિવસેનાના કેટલાક સાંસદો અને જિલ્લા પ્રમુખોએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન(Support) આપવાની માંગ કરી રહ્યા હતા. જે બાદ પાર્ટીએ નિર્ણય લીધો છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શિવસેના દ્રૌપદી મુર્મુને સમર્થન આપશે.
આ સાથે જ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાની અફવાનો હવે અંત આવ્યો છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે શિવસેના ભાજપના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન નહીં આપે. પત્રકારો સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કાલે સાંસદોની બેઠકમાં કોઈએ મારા પર દબાણ કર્યું નથી. હું એ વાત સ્પષ્ટ કરવા માંગું છું કે અમારા ઘણા આદિવાસી નેતાઓએ મને વિનંતી કરી હતી કે પહેલી વાર કોઈ આદિવાસી રાષ્ટ્રપતિ(President) બની રહ્યાં છે, તેથી શિવસેના તેમને સમર્થન આપવાની જાહેરાત કરી રહી છે. ઠાકરેએ કહ્યું કે શિવસેનાએ ક્યારેય પણ આવી બાબતે રાજનીતિ કરી નથી. આમ તો અમારે વિરોધ કરવો જોઈતો હતો પરંતુ હું એટલો સંકુચિત દ્રષ્ટિકોણવાળો નથી.
ઉદ્ધવ ઠાકરેનો આ નિર્ણય ચોંકાવનારો છે કારણ કે, શિવસેના સાંસદ સંજય રાઉત (MP Sankay Raut)વિપક્ષ ઉમેદવાર યશવંત સિંહા(Yashwant Sinha)ના પક્ષમાં હતા. તો વળી શિવસેનાના અમુક સાંસદ દ્રૌપદી મુર્મૂને સમર્થન કરી રહ્યા હતા.