ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 નવેમ્બર 2020
શિવસેના ને 'સંગ તેવો રંગ' લાગ્યો…હિંદુત્વવાદી ગણાતી શિવસેના હવે મુસ્લિમ બાળકો માટે અઝાન વાંચનની સ્પર્ધા યોજી રહી છે.. શિવસેનાના દક્ષિણ મુંબઈ વિભાગના વડા પંડુરંગ સકપાલે જણાવ્યું હતું કે, મુસ્લિમ સમુદાયના બાળકોમાં અઝાનને જીવનમાં ઉતારવા માટે આ સ્પર્ધા યોજાશે. તેમણે કહ્યું કે અજાનનો વિરોધ કરવો ખોટું છે, મીઠા અવાજે ગવાયેલી અઝાન માનસિક શાંતિ આપે છે.
આ સ્પર્ધામાં ભાગ લેનારા બાળકો માટે, મૌલાના ધ્વનિ, ઉચ્ચારણ અને કેટલા મિનિટમાં તેઓ અઝાન સમાપ્ત કરે છે.. તે માટે પરીક્ષક દેખરેખ રાખશે. આ સ્પર્ધામાં થનારો ખર્ચો શિવસેના સહન કરશે.
ઘણી જગ્યાએ દિવસમાં પાંચ વાર થતી અઝાનથી આસપાસના રહેવાસીઓને ખલેલ થતી હોવાની ફરિયાદો અંગે શિવસેના નેતા સકપાલે કહ્યું કે, બધા શાસ્ત્રો માનવતા અને શાંતિ શીખવે છે. અજાન માત્ર પાંચ મિનિટ લાંબી જ હોય છે. તેથી જો કોઈને આ પાંચ મિનિટની અઝાનની ફરીયાદ કરનારાઓને અવગણવું જોઈએ.. અઝાન મહાઆરતી જેટલું જ મહત્વપૂર્ણ છે. તે પ્રેમ અને શાંતિનું પ્રતીક છે. સકપાલે એમ પણ કહ્યું હતું કે તેના પર દલીલ કરવી યોગ્ય નથી..


Leave a Reply