News Continuous Bureau | Mumbai
ફિલ્મ પઠાણમાં ભગવા કપડાં પહેરી હિરોઈન દીપિકા અશ્લીલ હરકતો કરતી હોય તેવા દ્રશ્યો અને હીરો શાહરુખ ખાન દ્વારા અભદ્ર શબ્દના પ્રયોગ સામે ગુજરાતભરમાં હિન્દુ સંગઠનો સાધુ સંતો લોકસાહિત્યકારો દ્વારા વિરોધ નોંધવવામાં આવી રહ્યો છે. વિરોધ કરનાર સંગઠનોની માંગ છે કે મહારાષ્ટ્ર ગુજરાત દિલ્હી સહિતના તમામ રાજ્યોમાં ફિલ્મ રિલીઝ થવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે.
ગિરનાર સાધુ મંડળના પ્રમુખ ઇન્દ્રભારતી ફિલ્મ પઠાણ અંગે પોતાનું નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે ભગવા કપડા સાથે અશ્લીલ હરકતો કરવી એ સનાતન ધર્મનું અપમાન છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝએ અર્થતંત્રનો એક હિસ્સો છે ફિલ્મનો કોઈ વિરોધ નથી પરંતુ ફિલ્મમાં ભગવાન કપડાં પહેરી કરવામાં આવતી અશ્લીલ હરકતો અને ભગવા કપડા વિશે કરવામાં આવતા શબ્દ પ્રયોગ સામે વિરોધ છે.
પઠાણ ફિલ્મમાંથી ભગવા કપડાના અશ્લીલ દ્રશ્યો અને ભગવા કપડાં વિશે કરવામાં આવતા શબ્દ પ્રયોગ દૂર કરવામાં આવે તેવી મહારાષ્ટ્ર ગુજરાત અને દિલ્હી સરકાર સમક્ષ માંગ કરી છે જો પઠાણ ફિલ્મમાંથી વિવાદસ્પદ દ્રશ્યો અને શબ્દો દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સાધુ સમાજના પ્રમુખ તરીકે સાધુઓની મીટીંગ બોલાવી શિવરાત્રીના મેળાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવશે પઠાણ ફિલ્મ મુદ્દે ગુજરાતભરમાં અને હવે શિવરાત્રીના મેળાના બહિષ્કારની ચીમકીને લઈ મામલો ગરમાયો છે.