News Continuous Bureau | Mumbai
શિવસેના સાંસદ સંજય રાઉતે અસદુદ્દીન ઓવૈસીન પાર્ટી AIMIM સાથે હાથ મિલાવાની ના પાડી દીધી છે.
ઈમ્તિયાઝ જલીલના પ્રસ્તાવ પર તેમણે કહ્યું કે, ભાજપ અને AIMIM આ બંને એકબીજા સાથે મળેલા છે.
AIMIMએ ભાજપની B ટીમ છે. તેમના પ્રસ્તાવને અમે ઠોકર મારીએ છીએ. મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીની સરકાર છે અને તેમાં ચોથા માટે કોઈ જગ્યા નથી.
યુપી અને બંગાળમાં સૌએ જોયું કે, AIMIMની શું ભૂમિકા હતી. અમે દૂરથી જ તેમને નમસ્કાર કરીએ છીએ.
AIMIM સાંસદ ઈમ્તિયાઝ જલીલે કહ્યું હતું કે, તેમની પાર્ટી કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે બંને પાર્ટીઓ મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વવાળી મહા વિકાસ આઘાડી સરકારનો ભાગ છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો, પીએમ મોદીના મહત્વાકાંક્ષી પરિયોજનાઓમાંથી એક કેવડિયા જંગલ સફારીમાં 53 દેશી-વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના થયા મોત, સરકારે આપ્યું કારણ