News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena)ની લડાઈ ચૂંટણી પંચ(election commission) સુધી પહોંચી છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ કેવિયેટ દાખલ કરી છે. જેમાં તેમણે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે જો એકનાથ શિંદે શિવસેનાના ચૂંટણી ચિન્હની માંગ લઈને તેમની પાસે આવે છે તો કોઈપણ નિર્ણય લેતા પહેલા અમારી વાત પણ સાંભળવામાં આવે, અમને સાંભળ્યા વિના કોઈ નિર્ણય ન લો.
તાજેતરમાં જ શિંદે જૂથ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેમની પાસે બે તૃતીયાંશ બહુમતી છે. જો ધારાસભ્યો(MLAs) અને સાંસદો(MPs)નું સમર્થન તેમની સાથે છે તો તે જ અસલી શિવસેના છે. એટલે શિવસેનાના ચૂંટણી(election symbol) ચિન્હ પર તેમનો સમાન અધિકાર છે.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે સામે નવો પડકાર- ધારાસભ્યો બાદ હવે સાંસદો પણ છેડો ફાડવાની ફિરાકમાં- આજે બેઠકમાં માત્ર આટલા જ રહ્યા હાજર
આ પહેલા આજે સુપ્રીમ કોર્ટે(supreme court) ઉદ્ધવ ઠાકરે જૂથને મોટી રાહત આપી છે. કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા ચૂંટાયેલા સ્પીકરને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી પર આગળ ન વધવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા ચૂંટાયેલા સ્પીકર રાહુલ નાર્વેકરને જાણ કરવામાં આવે કે તેઓ કોર્ટમાં સુનાવણી ન થાય ત્યાં સુધી ગેરલાયકાતની નોટિસ પર નિર્ણય ન લે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના મોટાભાગના ધારાસભ્યોએ પાર્ટી નેતૃત્વ સામે બળવો કર્યો હતો. સાથે એનસીપી અને કોંગ્રેસ સાથે સંબંધો તોડવા કહ્યું હતું. પક્ષમાં બળવાને કારણે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકાર પડી ભાંગી હતી. જે બાદ 30 જૂને એકનાથ શિંદે મુખ્યમંત્રી પદના અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા.