ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર.
ભાજપે ફરી એક વખત મહાવિકાસ આઘાડીના નેતાઓને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે શિવસેનાના પ્રવક્તા અને રાજ્ય સભાના સાંસદ સંજય રાઉતના નજીકના મિત્ર પર મુંબઈના જંબો કોવિડ સેન્ટરનો ભ્રષ્ટાચારનો આરોપ કરવાની સાથે જ તેમના પરિવારની ED દ્વારા ચાલી રહી તપાસથી સંજય રાઉત ઉકળી ગયા હોવાનું જણાઈ રહ્યું છે.
CBI, ED, ઈન્કમ ટેક્સ કેન્દ્રીય કેબિનેટના સભ્યો હોવાની આકરી ટીકા શિવસેનાએ કરી છે. છેલ્લા બે દિવસમાં EDએ શિવસેના સાંસદ સંજય રાઉતના પરિવાર અને સંબંધીઓના નાણાકીય વ્યવહારની તપાસ શરૂ કરી છે. મહાવિકાસ આઘાડીના ઘણા નેતાઓ કેન્દ્ર સરકારના રડાર પર છે. શિવસેનાના મુખપત્ર 'સામના'એ કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. દિલ્હીના વર્તમાન શાસકોને દેશ માટે બલિદાન, રક્તપાત, બલિદાન વગેરે સાથે કોઈ લેવાદેવા નથી. દેશ બે-પાંચ ઉદ્યોગપતિઓની આસપાસ ફરે છે. કેન્દ્રના શાસકો સરકાર શું હોય છે તે ભૂલી ગયા છે એવો કટાક્ષ પણ આ અખબારમાં કરવામાં આવ્યો છે.
