ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
રાજ્ય સરકારની જળયુક્ત શિવાર યોજનાના લાભાર્થી ગરીબ ખેડૂતો નહીં, પણ રાજકીય પક્ષ રહ્યો હતો. આ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર અને ગેરવ્યવહારની તપાસ ચાલી જ રહી હતી ત્યારે પોતાને કલીન ચીટ મળી ગઈ હોવાનો લોકોએ દાવો કરવા માંડ્યો હતો. મહારાષ્ટ્રમાં ભાજપ એક અજબ રસાયણ છે. ચિલ્લાઈને ખોટું બોલીને પોતાના રાજકીય વિરોધીઓ પર કાદવ ઉછાળવાની હિંમત અને આત્મવિશ્વાસ આ રસાયણમાંથી આવે છે. ક્યાં મળે છે આ રસાયણ? કોની પ્રેરણાથી તૈયાર થાય છે આ રસાયણ? બીજાને બોલવાની તક જ આપતા નથી. પોતાના પર થયેલા આરોપો પર પોતાને જ ક્લીનચીટ આપવાનું આ લોકો ચાલુ કરી દેતા હોય છે. જળયુક્ત શિવાર યોજનાના ભ્રષ્ટ વ્યવહારમાં ક્લીન ચીટ મળી હોવાથી ફડણવીસ સરકારે જાણે ગંગા નાહી લીધેલી હતી એવો કુપ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપે પ્રસાર માધ્યમમાં ખોટો પ્રચાર કરીને કલીન ચીટ મેળવી છે એવો કટાક્ષ શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામાના’માં કર્યો છે.
ભાજપે પોતાને કલીન ચીટ આપી દીધી હતી, પણ સરકારે તેમનો પડદાફાશ કરી દીધો છે. જળયુક્ત શિવાલય યોજનામાં કોઈને ક્લીન ચીટ આપવામાં આવી નથી એવી સ્પષ્ટતા સરકારે કરી છે. આ યોજનામાં લગભગ 71 ટકા કામમાં આર્થિક અને પ્રશાસકીય અનિયમિતતા થઈ હોવાનું સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમની તપાસમાં બહાર આવ્યું છે. સરકારે તમામ જિલ્લા અધિકારીઓને તપાસનો આદેશ અગાઉ જ આપી દીધો હતો. જિલ્લા અધિકારીઓએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમના અહેવાલના નિષ્કર્ષ મુજબ રપૉર્ટ રજૂ કર્યો નથી. તપાસ જ પૂરી થઈ નથી તો કલીન ચીટનો પ્રશ્ન જ આવતો નથી એવો સવાલ પણ ‘સામાના’ના એડિટોરિયલમાં કરવામાં આવ્યો છે.
આ કંપનીએ નવી મુંબઈમાં લૉન્ચ કર્યું પહેલું મોબિલિટી સ્ટેશન, ગ્રાહકોને મળશે આ ફાયદા; જાણો વિગત
જળયુક્ત શિવાલય યોજનાનાં 900 કામમાં મોટા પ્રમાણમાં ગેરવ્યવહાર થયો હતો. એથી એની તપાસ કરવાનો નિર્ણય પણ મહાવિકાસ આઘાડી સરકારે લીધો છે.એ સિવાય 100 કામની ડિપાર્ટમેન્ટ ઇન્ક્વાયરી પણ થઈ રહી છે. આ ભ્રષ્ટાચાર ઉપરથી લઈને નીચે સુધી પહોંચેલો છે. ફડણવીસ સરકારનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો, એથી એની પાછળ તેમની ભાવના સારી જ હશે. રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પાણીનું સિંચન કરીને પીવાના પાણીની અછત દૂર કરવાની આ યોજના હતી. આ યોજનામાં સપ્ટેમ્બર 2019 સુધી 22,589 ગામમાં 6,41,560 કામ થયાં હતાં. આ યોજનામાં 9,700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આટલી મોટી રકમ ખર્ચાયા બાદ પણ ભૂસ્તરીય પાણીની સપાટી વધી નથી. આ યોજના ભાજપ પુરસ્કૃત કૉન્ટ્રૅક્ટરો માટે હતી. એથી જમીનમાં પાણી ઝિલાયાં જ નથી. કામનાં બિલ બન્યાં, પણ જમીનમાં પાણી ઊતર્યાં નથી, એવો આરોપ પણ અખબારના એડિટોરિયલમાં કરવામાં આવ્યો છે.