Site icon

કોસ્ટલ રોડના કામમાં શિવસેનાએ આચર્યો ભ્રષ્ટાચાર : ભાજપના આશિષ શેલારે કર્યો આરોપ, કૌભાંડની SIT મારફત તપાસની કરી માગણી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ મહાનગરપાલિકાનો અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલ રોડના કામમાં એક હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આરોપ ભાજપના નેતા આશિષ શેલારે કર્યો  છે. આ ભ્રષ્ટાચારમાં  શિવસેના ભાગીદાર હોવાનો આરોપ કરીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ્સ (SIT) મારફત તપાસની તેમણે માગણી કરી છે.

ઑક્ટોબર ૨૦૧૮થી ૨૦૨૦ના સમયગાળામાં કોસ્ટલ રોડનું કામ ચાલતું હતું. એ દરમિયાન એમાં લગભગ એક હજાર કરોડ રૂપિયાનો આર્થિક ગેરવ્યહાર થયો હોવાનું પ્રાથમિક સ્તરે જણાઈ આવ્યું છેે. આ પૂરા પ્રકરણની તપાસ SIT મારફત કરવાની માગણી આશિષ શેલારે પત્ર લખીને પાલિકા કમિશનર ઇકબાલસિંહ ચહલને કરી છે. 

હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળ શિમલામાં નૅશનલ હાઇવે 5 પર થયું ભૂસ્ખલન, ભારે માત્રામાં ભેખડો ધસી પડતાં રસ્તા પર ટ્રાફિક જામ; જુઓ વીડિયો

આ પૂરા કૌભાંડમાં પાલિકાની સ્થાયી સમિતિનો પણ સહભાગ હોવાની શંકા આશિષ શેલારે વ્યક્ત કરી હતી. કોરોનાકાળમાં મુંબઈમાં લૉકડાઉનમાં બધું ઠપ્પ હતું ત્યારે શિવસેનાએ આ કૌભાંડ કરી રહી હતી. તેમણે કોને કોને કૉન્ટ્રૅક્ટ આપ્યા છે, તેનાં નામ બહુ જલદી બહાર પાડવામાં આવશે. એ પહેલાં જોકે સત્તાધારી શિવસેનાએ જવાબ આપવો પડશે. અન્યથા ભાજપ કાયદેસરની લડાઈ લડશે એવી ચીમકી પણ આશિષ શેલારે આપી હતી.

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version