News Continuous Bureau | Mumbai
Shivsena MLA Disqualification case : શિવસેના ( Shivsena ) ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે ( Uddhav Thackeray ) પાર્ટીના ધારાસભ્યોની ધારાસભ્ય અયોગ્યતાના કેસ ( MLA Disqualification Case ) માં વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર ( Rahul Narvekar ) ની સામે છેલ્લા કેટલાક દિવસોથી ઉલટતપાસ ચાલી રહી છે. આ સુનાવણી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ઠાકરે જુથની ( Thackeray Group ) સુનાવણી, ગુરુવારે સમાપ્ત થવાની છે અને શિવસેના ( Shinde Group ) ના ધારાસભ્યોની સુનાવણી ( Hearing ) આવતીકાલે, 1 ડિસેમ્બરથી શરૂ થશે.
શિંદે જૂથની ઊલટતપાસ 1, 2, 7 અને 8 ડિસેમ્બરે થશે. આ મામલામાં અંતિમ સુનાવણી 11 થી 20 ડિસેમ્બરની વચ્ચે થશે. બુધવારે નાર્વેકર સમક્ષ ધારાસભ્યની અયોગ્યતાના કેસની નિયમિત સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
શિંદે જૂથના વકીલ મહેશ જેઠમલાણીએ સુનીલ પ્રભુની ફરી જુબાની નોંધી હતી…
સુનાવણીના પ્રથમ સત્રમાં ઠાકરે જૂથના નેતા સુનીલ પ્રભુ ( Sunil Prabhu ) દ્વારા મુખ્યમંત્રી એકનાથ શિંદેને ( Eknath Shinde ) મોકલવામાં આવેલા પત્રના મુદ્દે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આજની સુનાવણીમાં ઠાકરે જૂથના સુનિલ પ્રભુની પણ ફેરતપાસ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Cement Sector Outlook: શું હવે ઘર બનાવવું મોંઘું થશે કે સસ્તું… જાણો સિમેન્ટ સેક્ટર માટે કેવો રહેશે આવતો સમય… વાંચો અહીં..
શિંદે જૂથના વકીલ મહેશ જેઠમલાણીએ સુનીલ પ્રભુની ફરી જુબાની નોંધી હતી. આ વખતે સુનીલ પ્રભુએ કેટલાક સવાલોના જવાબ આપતા યુ ટર્ન લીધો હતો. તો કેટલાક પ્રશ્નોના જવાબમાં તેણે પહેલા શું જવાબ આપ્યો તે તેને બરાબર યાદ નથી..