News Continuous Bureau | Mumbai
પાત્રા ચાલ કૌભાંડ કેસમાં શિવસેના(Shivsena)ના સાંસદ સંજય રાઉતનો જેલવાસ લંબાઈ ગયો છે.
પીએમએલએ કોર્ટે(PMLA Court) સંજય રાઉતની જામીન અરજી(Bail plea)ની સુનાવણી 10 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે.
આજે સંજય રાઉત(Sanjay Raut)નો પક્ષ સાંભળવામાં આવ્યો છે. ED આગામી તારીખે પોતાની દલીલો રજૂ કરશે.
આમ સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી(Judicial custody) વધુ 13 દિવસ લંબાવવામાં આવી છે.
સંજય રાઉતને હાલમાં આર્થર રોડ જેલ(Arthur Road Jail) માં રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પાત્રા ચાલ કૌંભાડ મામલે રાઉતને 1 ઓગસ્ટના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : કયો ફોન છે નફાકારક ડીલ- જાણો 6 હજારથી 30 હજાર સુધીના શ્રેષ્ઠ સ્માર્ટફોન
