News Continuous Bureau | Mumbai
માલેગાંવમાં ઉદ્ધવ ઠાકરેની સભા થવાની છે જેના માટે ઉર્દુ ભાષામાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પ્રબોધંકર ઠાકરે, બાળાસાહેબ ઠાકરે, આદિત્ય ઠાકરે, સંજય રાઉત, છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા ફુલે, ડૉ. બાબાસાહેબ આંબેડકરના પણ ફોટા છે.
ઉર્દૂ ભાષામાં પોસ્ટરને કારણે ટીકા
ઉર્દૂ ભાષાના આ પોસ્ટરથી શિંદે-ફડણવીસ સરકારે ઠાકરે જૂથ પર નિશાન સાધ્યું છે. મંત્રી શંભુરાજ દેસાઈએ ટીકા કરી છે કે જો બાળાસાહેબ હોત તો આવા પોસ્ટર ન લાગ્યા હોત, તેમણે આ સહન ન કર્યું હોત. ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ આઘાડીની સરકારમાં હોવાથી તેમને આ બધું સહન કરવું પડે છે.
શિવસેનાના શીતલ મ્હાત્રેએ પણ આ અંગે ટ્વીટ કર્યું છે અને તેમણે ઠાકરે જૂથ પર નિશાન સાધ્યું છે.
ह्या मातीत छत्रपती शिवाजीमहाराजांनी हिंदवी स्वराज्य घडवल होतं..
नक्की महाराष्ट्राच्या याच मातीत जन्मलात ना तुम्ही?
*हीच का तुमची हिंदुत्वादी विचारधारा??*#उध्वस्त_ सेना #खांग्रेसची_चमचेगिरी #मालेगाव pic.twitter.com/5mrPtdc7ww— sheetal mhatre (@sheetalmhatre1) March 25, 2023