Site icon

એકનાથ શિંદેના ગઢ ગણાતા થાણેમાં શિવસૈનિકોનું મનોબળ વધારવા રશ્મિ ઠાકરે મેદાનમાં- નવરાત્રીમાં કરશે આ કામ

News Continuous Bureau | Mumbai

થાણેમાં(Thane) એકનાથ શિંદનું (Eknath Shinde) વર્ચસ્વ છે ત્યારે શિવસેનાએ(Shiv Sena) હવે થાણેમાં થોડા-ઘણા વધેલા શિવસૈનિકોનું(Shiv Sainiks) મનોબળ વધારવા હવે રશમી ઠાકરેને(Rashmi Thackeray) મેદાનમાં ઉતાર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના (Shiv Sena President Uddhav Thackeray) પત્ની રશ્મી ઠાકરે આજે થાણેમાં નવરાત્રી મહોત્સવમાં(Navratri festival) હાજરી આપવાના છે.

Join Our WhatsApp Community

શિવસેનાના નેતા સ્વર્ગસ્થ આનંદ દિઘેએ(Anand Dighe) થાણેના ટેંભી નાકા ખાતે જય અંબે દેવીની સ્થાપના કરી હતી. આ સ્થળે દર વર્ષે નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે. આ જય અંબે દેવી  ઉત્સવમાં(Jai Ambe Devi festival) મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ભાગ લેતા હોય છે. ત્યારે હવે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે આ વર્ષે એકનાથ શિંદેના આ દેવીના દર્શન કરશે એવા અહેવાલ છે.

આ સમાચાર પણ વાંચો :  લ્યો બોલો- ભાજપના આ સાંસદને વેપારીએ લગાવ્યો રુ 3-25 કરોડનો ચૂનો- છેતરાયા હોવાનુ ભાન થતા નોંધાવી પોલીસ ફરિયાદ- જાણો વિગતે 

રશ્મિ ઠાકરે આજે થાણેમાં જય અંબે નવરાત્રી મહોત્સવની(Navratri festival) મુલાકાત લેવાના છે. તેમના દ્વારા આરતી કરવામાં આવવાની છે.

એક તરફ ભાજપે(BJP) ઠેર ઠેર મરાઠી દાંડિયાનું(Marathi Dandiya) આયોજન કરીને લોકોનો પોતાની તરફ આર્કષવાના પ્રયાસમાં લાગી ગઈ છે ત્યારે શિવસેનાએ પણ રશ્મી ઠાકરેને મેદાનમાં ઉતાર્યા છે. જે હેઠળ રશ્મિ ઠાકરે નવરાત્રી ઉત્સવ માટે થાણે સહિત  મુંબઈમાં પણ અનેક જગ્યાએ હાજરી આપવાના છે. તેથી ઠાકરે-શિંદે જૂથ નવરાત્રોત્સવ દરમિયાન ફરી આમને-સામને આવશે તેવી ચર્ચા છે.

 

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version