Site icon News Continuous Bureau | Mumbai

શિવસેના 2024 સુધીમાં દિલ્હીની ગાદી પર પહોંચી જશે, શિવસેનાના આ નેતાએ કરી દીધો મોટો દાવો.. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

ગુરુવાર, 

શિવસેના અને ભાજપ વચ્ચે નું વાકયુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. ભાજપના નેતા નારાયણ રાણેએ બુધવારે સાંજના પ્રેસ કોન્ફરન્સ લઈને શિવસેનાને ચાબખા માર્યા હતા. ત્યારે શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે તેને વળતો ઉત્તર આપ્યો હતો. જોકે આ અગાઉ બે દિવસ પહેલા જ મોટા ઉપાડે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના નેતાઓને જેલમાં પહોંચાડવાની વાત કરી હતી. 

હવે ફરી એક વખત સંજય રાઉતે ભાજપના નેતાઓને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો છે. બુધવારે ભાજપ પર કટાક્ષ કરતા સંજય રાઉતે કહ્યું હતું કે, 2024 સુધીમાં શિવસેના દિલ્હીની ગાદી પર પહોંચી જશે અને ઘણા લોકો બેરોજગાર થઈ જશે.

બીજેપી નેતા નારાયણ રાણેએ બુધવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સંજય રાઉત પર અનેક આરોપો લગાવ્યા. તેમાં નારાયણ રાણેએ એવો આરોપ લગાવ્યો હતો કે સંજય રાઉત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર નજર રાખી રહ્યા છે. 

સારા સમાચાર!! નવી મુંબઈથી મુંબઈ મિનિટોમાઃ બેલાપુરથી ભાઈચા ધક્કા વચ્ચે આજથી દોડશે વોટર ટેક્સી.; જાણો વિગત

તે બાદ સંજય રાઉતે મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, "હું પ્રખર રાષ્ટ્રવાદી અને દેશભક્ત છું. મારી નજર કોઈની ખુરશી પર નથી. આ વખતે અમારી નજર માત્ર શિવસેનાના વિસ્તરણ પર છે, બીજું કંઈ નહીં.

અહીં ઉલ્લેખનીય છે કે મંગળવારે સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેને લઈને નારાયણ રાણેએ બુધવારે  પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સંજય રાઉત અખબારના તંત્રી તરીકે  શોભતા નથી. પત્રકાર માટે આ સારી ભાષા ન હતી. સંજય રાઉતને તબીબી સારવારની જરૂર છે. સંજય રાઉતે પોતાનું સંતુલન ગુમાવી દીધું છે અને તેમને તબીબી સારવારની જરૂર છે. 

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version