ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 માર્ચ 2021
સચિન વાઝે પ્રકરણમાં શિવસેનાના ગળા ફરતે ગાળિયો વધારે મજબૂત થતો જાય છે. મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવવાના પ્રકરણમાં પોલીસ અધિકારી સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી. અને ત્યાર બાદ સચિન વાઝે શિવસેનાનો માણસ છે એની માહિતી બહાર આવતાં જ શિવસેના મુશ્કેલીમાં સપડાઇ ગઇ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વાઝે ની ધરપકડ કરાયા બાદ રાષ્ટ્રવાદી નેતા અને ભાજપી નેતાઓની મુલાકાતો વધી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે અચાનક જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારને મળવા દિલ્હી પહોંચી ગયા હતા.મહારાષ્ટ્ર રાજ્યના રાજકારણમાં નવા સમીકરણો ઉમેરાવાની શક્યતા છે. સચિન માટે પ્રકરણમાં શિવસેનાના મિત્ર પક્ષ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી પાર્ટીઓ એ સામા પ્રશ્ન પણ કર્યા છે.