શિવસેનાને થુંકવું ગળે પડ્યું- સિનિયર નેતાને પક્ષમાંથી હાંકી કાઢવાને મુદ્દે શિવસેના મુકાઈ શરમજનક પરિસ્થિતિમાં-જાણો સમગ્ર મામલો 

 

News Continuous Bureau | Mumbai 

શિવસેનાના(Shiv Sena) ભૂતપૂર્વ સાંસદ શિવાજીરાવ પાટીલને(Shivajirao Patil) એકનાથ શિંદેને(Eknath Shinde) મુખ્ય પ્રધાન(Chief Minister) બનવા બદલ અભિનંદન આપવાને કારણે પક્ષવિરોધી(Anti-party) કાર્યવાહીના નામે પક્ષમાંથી કાઢી મૂકવામા આવ્યા હોવાનો અહેવાલ રવિવારે શિવસેનાના મુખપત્ર(Shiv Sena spokesperson) કહેવાતા સામનામાં(Saamna ) આવ્યા હતા. જોકે આ અહેવાલને નકારી કાઢતા હવે  શિવસેનાને જ શરમજનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું છે.

સામના પેપરને શિવસેનાનું મુખપત્ર કહેવાય છે. શિવસેના પોતાની તમામ જાહેરાત સામના અખબારથી જ કરતી હોય છે. તેથી રવિવારના પક્ષના સિનિયર નેતા શિવાજીરાવ પાટીલને પક્ષવિરોધી કાર્યવાહીને નામે પક્ષમાંથી હકેલી કાઢવામાં આવ્યા હોવાના અહેવાલ છપાયા હતા, તેનાથી શિવાજીરાવ પાટીલ ભારે નારાજ થયા હતા અને બળાપો જાહેર કર્યો હતો.

 આ સમાચાર પણ વાંચો :  ફ્લોર ટેસ્ટ પહેલા શિવસેનાને મોટો આંચકો, શિવસેનાના આ ધારાસભ્ય શિંદે જૂથમાં જોડાયા

પહેલાથી આંતરિક બળવાને કારણે કમજોર પડેલી શિવસેનાએ જોકે ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો હતો અને  શિવસેનાના સેક્રેટરી(Shiv Sena secretary) અને સાંસદ વિનાયક રાઉતે(MP Vinayak Raut)  સ્પષ્ટતા કરી હતી કે આ અહેવાલ ખોટા છે અને શિવાજીરાવ પાટીલ હજી પણ પક્ષમાં છે અને તેઓ શિવસેનાના ડેપ્યુટી લીડર(Deputy Leader) પદ પર કાયમ છે.

શિવાજીરાવે જાહેરમાં એકનાથ શિંદેને મુખ્યપ્રધાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. સામનામાં પક્ષમાંથી તેમની હકાલપટ્ટીના અહેવાલ બાદ તેઓ ભારે નારાજ થયા હતા. શિવસેનાએ તેઓ હજી પક્ષમાં જ હોવાની સ્પષ્ટતા બાદ પણ જોકે શિવાજીરાવે સામના અહેવાલને કારણે તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું હોવાનો દાવો કર્યો હતો. તેમ જ અન્ય પક્ષમાં જોડાઈ જવું કે નહીં તે બાબતે હજી કોઈ નિર્ણય કર્યો ન હોવાનું તેમણે કહ્યું હતું.
 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!