Site icon

ભ્રષ્ટાચારના ઓલમ્પિકમાં શિવસેના ગોલ્ડ મેડાલિસ્ટ, ભાજપના આ નેતાનો કટાક્ષ.. જાણો વિગતે

Maharashtra Shivrajyabhishek Mahotsav Celebration Notice Sudhir Mungantiwar

Shivrajyabhishek Mahotsav : શિવરાજાભિષેક ઉત્સવ માટે મુનગંટીવારે રાજ્યના લોકોને કરી આ ભાવનાત્મક અપીલ!

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(BMC Election)ની પાર્શ્વભૂમિ પર ભાજપે(BJP) મુંબઈ(Mumbai)માં પોલ-ખોલ અભિયાન (Pol-Khol campaign) ચાલુ કર્યું છે, જેમાં સત્તાધારીઓના ભ્રષ્ટાચારને(Corruption) લોકો સમક્ષ રાખવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશ દરમિયાન લોકો ઓલિમ્પિક (Olympic)માં ઘણા મેડલ જીતે છે પરંતુ ભ્રષ્ટાચારના ઓલિમ્પિક(Corruption Olympic)માં શિવસેના (Shiv sena) ગોલ્ડ મેડલ(Gold Medal) મેળવશે એવો કટાક્ષ ભાજપ(BJP)ના વરિષ્ઠ નેતા સુધીર મુંગટીવારે(Sudhir Mungantiwar) કર્યો હતો. 
 
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(BMC Election)ને ધ્યાનમાં રાખીને ભાજપે (BJP) પોલ ખોલ (Pol-Khol campaign) અભિયાન શરૂ કર્યું છે. મુંબઈ(Mumbai)ના વિવિધ વિસ્તારોમાં ભાજપના નેતાઓ દ્વારા સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC)માં શિવસેના(Shiv Sena) દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારના મુદ્દે તેમના પર જોરદાર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ભાજપના “પોલ ખોલ” કેમ્પેઇનની વેન પર હુમલો, હુમલાખોર ફરાર.. જાણો વિગતે

બીજેપી(BJP MLA) ધારાસભ્ય અતુલ ભાતખલકર (Atul Bhatkhalkar)ના નેતૃત્વમાં કાંદિવલીમાં  પોલ ખોલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂતપૂર્વ નાણામંત્રી સુધીર મુનગંટીવારે(Sudhir Mungantiwar)  ભ્રષ્ટાચારના મુદ્દે શિવસેના(Shiv Sena) પર જોરદાર પ્રહારો કરતા કહ્યું હતું કે ઘણા લોકો ઓલિમ્પિક(Olympic)માં ઘણા મેડલ જીતે છે. ભ્રષ્ટાચારના ઓલિમ્પિક(Olympic)માં શિવસેના (Shiv Sena)ગોલ્ડ મેડલ મેળવશે. એ સાથે જ મુનગંટીવારે(Sudhir Mungantiwar) નવું સૂત્ર પણ આપ્યું હતું કે, 'ઊઠો, મુંબઈકર, ઊઠો, મુઠ્ઠી ખોલો અને શિવસેના(Shiv Sena) ની લૂંટ બંધ કરો'. 

આ ઝુંબેશ દરમિયાન સુધીર મુનગંટીવારે(Sudhir Mungantiwar) કહ્યું હતું કે અંગ્રેજોનું વલણ શોષણનું હતું. પરંતુ કેટલાક લોકો જતા રહ્યા છે પણ અમુક લોકો અહીં રોકાઈ ગયા છે. અનેક લોકો ઓલિમ્પિક(Olympic)માં ઘણા મેડલ જીતે છે. ભ્રષ્ટાચારના ઓલિમ્પિક(Olympic)માં શિવસેનાને ગોલ્ડ મેડલ મળશે. બાળાસાહેબ ઠાકરે(Balasaheb Thackeray)ની જે શિવસેના(Shiv Sena) હતી, તેમાં ઘણો ફરક આવી ગયો છે. હવે શિવસેના(Shiv Sena) નોટો પર ચાલી રહી છે. બાળાસાહેબ(Balasaheb Thackeray) 24 કેરેટની શિવસેના (Shiv Sena) ખતમ થઈ ગઈ છે. હવે શિવસેના(Shiv Sena) કોંગ્રેસ(Congress)ના વિચારો સાથે આગળ વધી રહી છે.

Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Exit mobile version