Site icon

મુંબઈમાં સોલર પેનલ બેસાડનારા રાજી રાજી છે. પાછલાં 3 મહિનાનું વીજ બિલ ઝીરો આવ્યું . જાણો સોલર પેનલના ફાયદાઓ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

14 ઓગસ્ટ 2020 

ગત માર્ચ મહિનામાં લોકડાઉન જાહેર થયા બાદ સીધુ જૂન માં લોકોને વીજબિલ મળ્યું હતું. મસમોટા વીજળી બિલ જોઈને ઘણા મુંબઈગરાઓને આઘાત લાગ્યો હતો. પરંતુ જે જે લોકોએ પોતાના ઘરના રૂફટોપ પર સોલર પેનલ લગાવવામાં રોકાણ કર્યું હતું, એ લોકો આજે ખુશ છે. કારણ કે છેલ્લા ત્રણ મહિનાનું ઇલેક્ટ્રિસિટી બિલ નેટ આવ્યું છે. ઝીરો ઇલેક્ટ્રિકસીટી બિલ આવે તો વપરાશકાર એ વીજ કંપનીને માત્ર બેઝિક અથવા તો મીટરનું ભાડું જ ચૂકવવાનું રહે છે. આથી કહી શકાય કે આ લોકોનું વીજબિલ મિનિમમ આવ્યું છે.

આજે પર્યાવરણને બચાવવા માટે સૌર ઊર્જા ની ભલામણો કરવામાં આવે છે. પરંતુ જે લોકો એ ઘરના ટેરેસ પર સોલાર પેનલ બેસાડી દીધી હશે તેઓને વીજળી બચત ની કિંમત લોકડાઉન દરમિયાન સમજાઈ ગઈ હશે. કારણ કે જે લોકોએ રૂફતોપ પર સોલર પેનલ બેસાડી છે એને લીધે તેઓને મફતમાં રિનિવેબલ એનર્જી મળી છે. જે બિલકુલ પ્રદુષણ ફેલાવતી નથી. ઊલટાનું કાર્બન એમિશન ઘટાડે છે.

 પોતાના ઘરની ઉપર સોલર પેનલ બેસાડનાર એક વ્યક્તિએ પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે "અમે ગયા વર્ષે સોલર પેનલ બેસાડી હતી. આજ સુધીમાં કુલ 9500 યુનિટ વીજળી બચાવી છે અને 21.1 એક ટન કાર્બન એમીશન ઘટાડી પર્યાવરણ સુધારવામાં પણ ફાળો આપ્યો છે.. અન્ય એક સંસ્થાના અધિકારીના જણાવ્યા મુજબ સોલર પેનલ બેસાડવાનો શરૂઆતનો ખર્ચ મોટો આવે છે. પરંતુ એકવાર પેનલ ફીક્ષ કર્યા બાદ આગળના 25 વર્ષ સુધી જોવું પડતું નથી. બેઝિક ઈન્સ્ટોલેશન ખર્ચ તો પ્રથમ પાંચ વર્ષમાં જ નીકળી જાય છે અને બાકીના દિવસોમાં નજીવું વીજ બિલ ભરવાનું આવે છે. આમ સૌર ઊર્જા દ્વારા બે ખાસ ફાયદા થાય છે. એક તો, વીજબિલમાં બચત અને પર્યાવરણ માં પોતાનો ફાળો નોંધાવ્યો હોવાનો સંતોષ મળી શકે છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Exit mobile version