News Continuous Bureau | Mumbai
મોટાભાગે આપણે જોતા હોઈએ છીએ કે ઘરમાં પતિ અને તેના સાસરી પક્ષ (Husband and his in-laws) દ્વારા પત્ની પર ત્રાસ ગુજારવામાં આવતો હોય છે. પરંતુ આજે અહીં આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં એક પત્ની દ્વારા એક વાર નહીં પરંતુ ત્રણ-ત્રણ પોતાના પતિ પર ત્રાસ ગુજારવામાં(tortured) આવ્યો. ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) ચંદૌલી જિલ્લામાં(Chandauli district) આ હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહીં રવિવારે એક પત્નીએ તેના જ પતિ પર ઉકળતું તેલ ફેંક્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ એક પત્નીએ કોઈ કારણોસર પોતાના પતિને જાનથી મારી નાંખવાની કોશિશ કરી હતી. પોતાના સૂતેલા પતિ પર ગરમા-ગરમ તેલ(Hot oil) નાંખીને તેને ગંભીર રીતે ઘાયલ કરી દેવામાં આવ્યો છે. પીડિત યુવકના પિતાએ જણાવ્યું કે મનજીતનો ચહેરો(Manjeet's face) અને શરીર ગરમ તેલથી દાઝી ગયા હતા. અમે ગંભીર રીતે દાઝી ગયેલા મનજીતને જિલ્લા હોસ્પિટલના બર્ન યુનિટમાં દાખલ કર્યો છે. જ્યાં તેની હાલત નાજુક છે.
આ સમાચાર પણ વાંચો : બે દીમાં ચોમાસું પાછું ખેંચાવાની શરૂઆત થશે- આ તારીખ સુધીમાં દેશમાંથી લેશે વિદાય- હવામાન વિભાગનો વર્તારો
આ અંગે મનજીતના પિતા મહેન્દ્ર સિંહે (Mahendra Singh) જણાવ્યું કે રવિવારે પુત્રવધૂએ ચિપ્સ તળવા માટે તેલ મંગાવ્યું હતું. આના પર મેં દુકાનમાંથી તેલ લાવીને આપ્યું. ચિપ્સને ગાળતા પહેલા પુત્રવધૂ તેને તપેલીમાં નાખીને તેલ ગરમ કર્યું હતું. તક જાેઈને તેણે પલંગ પર સૂતેલા મનજીત પર તેલ રેડ્યું. યુવકના પિતાએ જણાવ્યું કે મનજીતનો ચહેરો અને શરીર ગરમ તેલથી દાઝી ગયા હતા. અમે ગંભીર રીતે દાઝી ગયેલા મનજીતને જિલ્લા હોસ્પિટલના બર્ન યુનિટમાં દાખલ કર્યો છે. જ્યાં તેની હાલત નાજુક છે. આ પહેલા પણ પુત્રવધૂએ બે વખત પુત્રને મારવાનો પ્રયાસ કર્યો હતો.