Site icon

ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ! મરાઠી ગ્રંથ સંગ્રહાલયની ચૂંટણીમાં ફક્ત આટલા મતદાર આપશે મત;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
તાજેતરમાં જ મરાઠી ગ્રંથાલયની સાધારણ સભાની ચૂંટણી યોજાઈ હતી. એ ચૂંટણીમાં રહેલા વિવાદ હજી શમ્યા નથી ત્યાં હવે સંગ્રહાલયના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, એને કારણે ફરી એક નવા વિવાદે જોર પકડયું છે.  
નવાઈ લાગે એમ  મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલયની ચૂંટણીમાં 6 હજાર કરતાં વધુ મતદાર હોવા છતાં ચૂંટણીમાં ફક્ત 34 મતદાર જ મત આપી શકશે. એવી ચોંકાવનારી માહિતી રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટમાં  બહાર આવી છે. આ બાબતે ચૅરિટી કમિશનરને ફરિયાદ કરવામાં આવવાની છે.

વ્યાપાર સમાચાર: શાળા કોલેજો શરૂ થયા બાદ પણ મુંબઈમાં સ્ટેશનરી વ્યવસાયને ખાસ ગતિ મળી નથી 
રાઇટ ટુ ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ ચૅરિટી કમિશનર, મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલયના અધ્યક્ષ શરદ પવાર, ચૂંટણી અધિકારી અને ભોઈવાડા પોલીસ સ્ટેશનને આ બાબતે પત્ર લખીને ફરિયાદ કરી છે. ગ્રંથાલય સંસ્થાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદની ચૂંટણી માટે 5 ઑક્ટોબર, 2021ના સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો. એ મુજબ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં મતદાનનો અધિકાર ફક્ત સામાન્ય સભામાં ચૂંટાઈ આવેલા 34 સભ્યોને જ છે. 
અનિલ ગલગલીના કહેવા મુજબ એવો કોઈ  નિયમ નથી કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ફકત સામાન્ય સભામાં ચૂંટાઈ આવેલા સભ્યો જ મતદાન કરી શકે. આ ચૂંટણી ઓપન હોવાથી સંગ્રહાલયના તમામ બ્રાન્ચના સભાસદોને મતદાન કરવાનો અધિકાર મળવો જોઈએ. છતાં નિયમ બહાર જઈને રાખવામાં આવેલી આ ચૂંટણીને રદ કરવી જોઈએ. એ મુજબની માગણી પણ તેમણે કરી છે.  

Join Our WhatsApp Community
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
Exit mobile version