ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧
સોમવાર
કોલ્હાપુરના વેપારીઓ અને પોલીસ વિભાગ તેમજ સ્થાનિક મહાનગરપાલિકા વચ્ચે સોમવાર સવારથી ભારે ઘર્ષણ પેદા થયું હતું. વેપારીઓએ દુકાન ખોલવાની ધરાર જીદ પકડી હતી. પરિણામ સ્વરૂપ પોલીસ, વેપારી અને મહાનગર પાલિકાના કર્મચારી સડક પર આવી ગયા હતા. ઘર્ષણ જનક પરિસ્થિતિ પેદા થયા પછી પોલીસ વિભાગે વેપારી અગ્રણીઓની મીટીંગ બોલાવી હતી. આ મિટિંગમાં વેપારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે આગામી બે દિવસમાં વેપારીઓને દુકાન ખોલવાની પરવાનગી મળી જવી જોઈએ. તેમજ વેપારીઓએ બે દિવસ સુધી મહાનગરપાલિકા અને પોલીસ વિભાગને સહયોગ આપવાની જાહેરાત કરી છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આવી મોટી કરી ભૂલ, કેન્દ્ર પ્રધાને વ્યકત કરી નારાજગી જાણો વિગત
આમ કોલ્હાપુરમાં વેપારી અને પોલીસ વિભાગ વચ્ચે હાલ સમાધાન થયું છે. જોવાનું એ રહે છે કે બે દિવસ પછી શું થાય છે.