પંજાબમાં ક્રિકેટરથી રાજનીતિજ્ઞ બનેલા પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ રાજ્યની અંદર મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે ચાલી રહેલા મતભેદો વચ્ચે નવો દાવ ખેલ્યો છે.
નવજ્યોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે અમારી વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટી એ હંમેશાં પંજાબ માટે મારા વિઝન અને કામને ઓળખ્યુ છે.
2017ના અસંસ્કારિતા, ડ્રગ્સ, ખેડૂત અને કરપ્શનના મુદ્દાઓ હોય કે પછી હાલનું રાજ્યનું વીજળી સંકટ હોય. હાલ હું પંજાબનું મોડલ રજૂ કરી રહ્યો છું. તેઓ જાણે છે કે વાસ્તવમાં પંજાબ માટે કોણ લડી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજ્યોત સિંહ સિદ્ધુ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી એકબીજા વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.
પંકજા મુંડે શાંત થઈ ગયાં,'અપને મુંહ મિયાં મીઠ્ઠુ' બન્યાં, કહ્યું: મોટા નેતા હંમેશાં ત્યાગ કરે છે
