ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
સિગ્નલ જમ્પિંગ, લેન ક્રોસિંગના ગુનાઓનું પ્રમાણ વધી ગયું છે. છેલ્લા બે વર્ષમાં મહારાષ્ટ્ર્રમાં ટ્રાફિક ચલાન ઈશ્યુ કરવાનું પ્રમાણ 17 ગણું વધી ગયું હોવાનું રાજ્યના ટ્રાફિક ખાતાએ બહાર પાડેલા આંકડા પરથી જણાયું છે.
જાન્યુઆરીથી નવેમ્બર 2019 સુધીના 11 મહિનામાં 1.09 લાખ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચલણ ફાડવામાં આવ્યા હતા. જયારે ચાલુ વર્ષમાં તેમાં 17 ગણો એટલે કે 17 લાખ ચલાન ઈશ્યુ કરવામાં આવ્યા હતા.
ખાસ કરીને સિગ્નલ જમ્પિંગ અને લેન કટિંગના કેસમાં 100 ગણો વધારો થયો છે.
ડેટાના મુજબ છેલ્લા બે વર્ષમા ડ્રન્ક એન્ડ ડ્રાઈવ તેમ જ રોંગ ડાયરેકશનમાં ગાડી ચલાવવાનું પ્રમાણ ઘટી ગયું છે.
