News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશમાં બધા જ મદરેસાઓમાં રાષ્ટ્રગીત ફરજિયાત થઈ ગયું છે.
મદરેસા એજ્યુકેશન બોર્ડના રજિસ્ટ્રારે તમામ અધિકારીઓને પરિપત્ર પાઠવી દીધો છે.
એટલે કે વેકેશન પછી શરૂ થનારા તમામ મદરેસાઓમાં હવેથી રાષ્ટ્રગીત ફરજિયાત થઈ જશે.
ઉત્તર પ્રદેશમાં ૧૬,૪૬૧ મદરેસા છે, એમાંથી ૫૬૦ મદરેસા સરકારી અનુદાનથી ચાલે છે.
આ તમામ મદરેસાઓમાં હવે રાષ્ટ્રગાન ફરજિયાત કરી દેવાયું છે. પ્રાર્થના પહેલાં હવે તમામ મદરેસામાં રાષ્ટ્રગીત ગવાશે.
લઘુમતી મંત્રી ધરમપાલ સિંહે ગયા મહિને કહ્યું હતું કે મદરેસાઓમાં હવે રાષ્ટ્રગાન ફરજિયાત ગવાશે. તે પછી આ નિર્ણય જાહેર થયો છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : રાજીવ કુમાર બન્યા નવા ચૂંટણી કમિશનર, આ તારીખથી સંભાળશે કાર્યભાર : સુશીલ ચંદ્રાનું લેશે સ્થાન..