ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જાન્યુઆરી 2022
શનિવાર,
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ( ED)ની કસ્ટડીમાં રહેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની તકલીફમાં હજી વધારો થવાની શક્યતા છે. નવેમ્બર 2022માં મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી પદેથી રિટાયર્ડ થયેલા સીતારામ કુંટેએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ( ED) સમક્ષ અનેક ચોંકાવનારી કબૂલાત કરી હોવાનું કહેવાય છે, જે અનિલ દેશમુખની મુશ્કેલી વધારી શકે છે.
સીતારામ કુંટેએ સાત ડિસેમ્બર 2021ના 'ED' સમક્ષ 100 કરોડ રૂપિયાની વસૂલીને લઈને પોતાનું નિવેદન નોંધાવ્યું છે, જેમાં તેમણે અનેક ખુલાસા કર્યા હોવાનું કહેવાય છે. “અનિલ દેશમુખ જ્યારે રાજ્યના ગૃહમંત્રી હતા ત્યારે તેઓ મને પોલીસ ટ્રાન્સફર માટે અનધિકૃત યાદીઓ મોકલતા હતા. તેમાં સંબંધિત પોલીસ અધિકારીની બદલી કરવાની જગ્યા અને પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. અનિલ દેશમુખના અંગત મદદનીશ સંજીવ પલાંડે મને આ અનધિકૃત યાદીઓ મોકલતા હતા. હું ગૃહ પ્રધાન અનિલ દેશમુખ હેઠળ કામ કરતો હોવાથી, હું સંબંધિત યાદીઓ સ્વીકારવાનો ઇનકાર કરી શક્યો નહીં.” એવો ખુલાસો તેમણે કર્યો હોવાનું કહેવાય છે.
બર્નિગ ટ્રેન: મહારાષ્ટ્રના આ સ્ટેશનથી થોડે દૂર ગાંધીધામ-પુરી એક્સપ્રેસની પેન્ટ્રીમાં ચાલુ ટ્રેને આગ, મોટી દુર્ઘટના ટળી; જાણો વિગત
EDની પૂછપરછ દરમિયાન સીતારામ કુંટેએ જણાવ્યું હતું કે, આ નામો પોલીસની બદલીઓમાં સામેલ હોવાનું સમજી શકાય છે. તેથી અનિલ દેશમુખની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે.
અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અનિલ દેશમુખે ચાંદિવાલ કમિશન સમક્ષ વસૂલી પ્રકરણમાં પોલીસ અધિકારી સચિન વાઝેને નામથી અને ચહેરાથી ઓળખતા ન હોવાનો દાવો કર્યો હતો. તો પોલીસ ટ્રાન્સફરનો ભાંડો ફોડનારા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ સામેના તમામ આરોપો પાછા ખેંચ્યા હતા અને તેમને કોઈ ફરિયાદ ન હોવાનું કહ્યું હતું. જોકે હવે સીતારામ કુંટેના નિવેદન બાદ અનિલ દેશમુખની સમસ્યા વધી શકે છે.
