News Continuous Bureau | Mumbai
ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને સલાબતપુરા પોલીસ સ્ટેશન,ફોસ્ટા અને સાકેત ગ્રુપનાં સંયુક્ત ઉપક્રમે,સલાબત પોલીસ સ્ટેશન ખાતે સુરત ( Surat ) શહેર પોલીસ ( Surat City Police ) દ્વારા દત્તક લેવામાં આવેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો ( adopted thalassemia children ) માટે છઠો રક્તદાન કેમ્પ ( blood donation camp ) યોજાયો હતો. સમગ્ર દિવસ દરમિયાન ૧૦૨૧ યુનિટ એકત્ર કરાયેલ રકત શહેરની કિરણ, સ્મીમેર, મહાવીર, લોકસમર્પણ, સરદાર, સિવિલ,એસ.આર.કે. સહિતની બ્લડ બેન્કોને અર્પણ કરાયુ હતું. જેમાં જાગૃત્ત નાગરિકો સાથે પોલીસ વિભાગના ૨૫૦ જવાનોએ પણ રક્તદાન કર્યું હતું.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,દર મહિને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વિવિધ પોલીસ સ્ટેશનોમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.સુરત શહેર પોલીસ લોકોને સુરક્ષાની સાથે સ્વસ્થ સમાજના નિર્માણની ઉત્તમ વિચારધારા સાથે કાર્ય કરી રહી છે. સુરત શહેર પોલીસે સામાજિક જવાબદારીના ભાગરૂપે એક અનોખી પહેલ શરૂ કરી છે એમ જણાવી ગુજરાત પોલીસ નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવાની પોતાની ફરજ અને સેવાની સાથે માનવસેવાને પણ પ્રાધાન્ય આપી રહી હોવાનું ગર્વથી જણાવ્યું હતું.
સુરત શહેર પોલીસની ઉત્તમ કામગીરીને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુરતમાં દર મહિને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ૮૦૦થી વધુ યુનિટ બ્લડની જરૂર પડે છે, સુરત શહેર પોલીસ સાથે નાગરિકોની મદદથી બાળકો સુધી કઈ રીતે પહોંચી શકે તે માટે સેતુરુપ ભુમિકા અદા કરી રહી છે. પાંચ મહિના પહેલા પ્રારંભ કરાયેલા થેલેસેમિયા પીડિત બાળકો માટેના આ રક્તદાન સેવા યજ્ઞમાં પ્રથમ કેમ્પમાં ૧૦૫૧,બીજા કેમ્પમાં ૧૧૫૦, ત્રીજા રક્તદાન કેમ્પમાં ૧૮૫૦, ચોથા રક્તદાન કેમ્પ ૨૦૫૧ અને પાંચમાં રક્તદાન કેમ્પમાં ૪૨૫ યુનિટ રક્ત મળી કુલ ૬૫૨૭ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.
આપણા સુરતના એકતાની વાત કંઈ અલગ છે. સુરત શહેરના લોકો અતિવૃષ્ટિ, પુર અને ભૂકંપ જેવી દરેક મુશ્કેલીની પરિસ્થિતિમાં એક થઈને વેપારીઓએ ફ્રન્ટ વોરિયરની જેમ વિશેષ કામગીરી કરી છે.
આ સમાચાર પણ વાંચો : G20 Summit : ભારતને મળી મોટી સફળતા, ‘ન્યૂ દિલ્હી ડેક્લેરેશન’ તમામ દેશોએ આપી સંમતિ, જાણો PM મોદીએ કોને આપ્યો શ્રેય..
અતિવૃષ્ટિ, ભુકંપ જેવા આફતની સ્થિતિ વચ્ચે ગણતરી દિવસોમાં શહેર ફરી ધમધમતું થયું છે જેના આપણે સૌ સાક્ષી રહ્યા છીએ. સમગ્ર દેશમાં પ્રેરણારૂપી કોઈ શહેર હોય તે સુરત છે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રી અજય તોમરે સુરતની પ્રજાના હકારાત્મક અભિગમ અને તેમના સહયોગની પ્રશંસા કરી દર મહિને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વિવિધ પોલીસ સ્ટેશનમાં રકતદાન કેમ્પ યોજવાનો સુરત પોલીસનો સહિયારો ઉપક્રમ હોવાનું જણાવ્યું હતું. પોલીસ તમારી સાથે – તમારા માટે અર્થાત કાયદો વ્યવસ્થા, જાહેર વ્યવસ્થામાં સુરત શહેર પોલીસ તમારી સેવામાં તત્પર છે. દર મહિને જુદા જુદા પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પ યોજી થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે નાગરિકો સાથે શહેર પોલીસે અભિયાન થકી સેવા કરી રહી છે. ‘તેરા તુ જ કો અર્પણ’ કાર્યક્રમ થકી નાગરિકોને પોતાની કિંમતી વસ્તુઓ અત્યાર સુધીમાં કુલ ૧૮ કરોડથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો છે.
સલાબતપુરા પોલીસ ઈન્સપેક્ટર બી.આર.રબારીની સાથે મિડીયાકર્મીઓ,પોલીસકર્મીઓ તેમજ શહેરીજનોએ પણ રક્તદાન કરી જરૂરીયાતમંદ દર્દીના ઓલવાતા જીવન દિપકને ફરી પ્રજ્વલિત કરવાનુ કાર્ય કર્યું હતું
વેપારીઓની ફરિયાદનું નિવારણ કરવા ગુજરાત પોલીસની અનોખી પહેલ થકી શરૂ કરી છે. પોલીસ મથક સુધી પહોંચી ન શકતા વેપારીઓના પ્રશ્નો માટે ફરિયાદ પેટી આશીર્વાદક સાબિત થશે તેવા આશ્રયથી ગુજરાત પોલીસ દ્વારા સુરત ખાતે વિવિધ ટેકસ્ટાઈલ માર્કેટના મેનેજમેન્ટને ફરિયાદ-સૂચનપેટીનું મંત્રીશ્રી હસ્તે વિતરણ કરવામાં આવ્યું.
આ સમાચાર પણ વાંચો : Chandrayaan-3 : ચંદ્ર પર રાત્રિના સમયે કેવું દેખાઈ રહ્યું છે લેન્ડર વિક્રમ, ચંદ્રયાન-2ના ઓર્બિટરે લીધો ફોટો.. જુઓ
આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી (સેક્ટર-૧) વબાંગ જમેશ, ડીસીપી સેક્ટર -૧ ભગીરથ ગઢવી, ડી. સી.પી.હેતલબેન પટેલ, પોલીસ ઈન્સ્પેકટરસર્વ, કોર્પોરેટરો, ફોસ્ટા અધ્યક્ષ કૈલાશ હકીમ, સાકેત ગ્રુપના અગ્રણીઓ, સામાજીક અગ્રણી સાવરમલ મુદિયાજી,પોલીસ અધિકારીઓ-કર્મીઓ,વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સહીત રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે હેડક્વાર્ટરના એ. સી. પી.મહિપતસિંહ રાણાના વિચારો અને મનથી પણ પોઝિટીવ રહે અને તેમનું બ્લડ ગ્રુપ પણ O +VE (પોઝિટિવ) છે. રક્તદાન કેમ્પમાં રક્તદાન કરતા તેમણે જણાવ્યું હતું કે, જેમ માનવ દેહ માટે ઓક્સિજન જરૂરી હોય છે તેમ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્ત પ્રાણવાયું સમાન હોય છે. થેલેસેમિયા બાળદર્દીઓને પુરતા પ્રાણમાં રક્ત મળી રહે તેવા આશયથી નિયમિત રક્તદાન કરવું એજ સાચા અર્થમાં પ્રભુસેવા છે. માનવતાથી કોઈ મોટો ધર્મ નથી. રક્ત એ જીવનરક્ષક દવા છે જે કોઈ ફેક્ટરીમાં નથી બનતું, પરંતુ માનવ શરીર જ એની ફેક્ટરી છે